1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલની સાથે જ 106 ઢોર પકડાયાં, 15 સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલની સાથે જ 106 ઢોર પકડાયાં, 15 સામે પોલીસ ફરિયાદ

અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલની સાથે જ 106 ઢોર પકડાયાં, 15 સામે પોલીસ ફરિયાદ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને અંકુશમાં લેવા માટે ઢોર નિયંત્રણ પોલીસી બનાવીને એનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશનના સીએનડીસી વિભાગ દ્વારા રવિવારે સાત ઝોનમાં ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરીને 106 રખડતા ઢોરને પકડતા કેટલાક પશુપાલકો ઢોર છોડાવવા માટે દોડી આવ્યા હતા. નંબર પ્લેટ વગરના વાહનો સાથે આવેલા 15થી 20 શખસોએ ઢોર પકડ પાર્ટી સાથે માથાકૂટ કરતા તેમની સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો 1લી સપ્ટેમ્બરથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સીએનસીડી વિભાગે રવિવારે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 106 જેટલાં ઢોર પકડવામાં આવ્યા હતા. સાતેય ઝોનમાં કામગીરીમાં સૌથી વધારે ઢોર શહેરના ગોતા, ચાંદલોડિયા સરખેજ, મણીનગર, ઇસનપુર, સરદારનગર સાયન્સ સીટી સાબરમતી ગુરુકુળ રોડ, અખબારનગર સહિતનાં વિસ્તારોમાંથી ઢોર પકડાયા હતા. દક્ષિણ ઝોનની સીએનસીડી વિભાગની ટીમ સીટીએમ ચાર રસ્તા ગાય સર્કલ નજીક જીવનદીપ સ્કૂલની ગલીમાં જ્યારે ઢોર પકડવા ગઈ હતી ત્યારે દેવરાજ ભરવાડ નામના શખસ સહિતના 15થી 20 જેટલા શખસો નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર પર આવી અને ઢોર પકડવાની કામગીરીમાં અવરોધરૂપ બન્યો હતા. દેવરાજ ભરવાડના પિતા પણ ત્યાં આવી અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી સીએનસીડી વિભાગના સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ આવતાની સાથે જ આવા નંબર પ્લેટ વગરના વાહનો લઈને ગાયની કામગીરીમાં અડચણરૂપ કરનારા શખ્સો નાસી ગયા હતા. દેવરાજ ભરવાડ સહિત 15થી 20 લોકો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં વધારો કરી રવિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 106 જેટલા ઢોર પકડાયા હતા જેમાં સૌથી વધુ ઢોર પશ્ચિમ વિસ્તારમાં પકડવામાં આવ્યા છે. 3810 કિલો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે જાહેરમાં ઘાસચારો વેચવાની એકપણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જાહેર રોડ ઉપર ક્યાંય પણ રખડતા ઢોર મુકવામાં ન આવે, ટ્રાફિકમાં કોઈ અડચણ ન ઊભી થાય તેને લઈ પશુ માલિકો અને સૂચના આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code