1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ગીતા મંદિર પાસેથી રૂ. બે કરોડના ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયાં

એક આરોપી એસટી બસમાં ડ્રગ્સ લઈને આવ્યો હતો પોલીસે ઝડપેલા બે આરોપીઓ પૈસી એક ઉત્તરપ્રદેશનો પોલીસે ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ શરુ કરી અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજી ક્રાઈમે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. […]

અમદાવાદમાં ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા યોજાઈ

અમદાવાદઃ 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સરદાર બાગ ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનો સાથે ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ‘વોક ફોર ઈન્ડિયા’ પદયાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે […]

અમદાવાદમાં વાહનો પર POLICEની નેમ પ્લેટ રાખીને ટ્રાફિક ભંગ કરતા પોલીસ કર્મીઓ પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસના કર્મચારીઓને સિટબેલ્ટ, હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ લોકોમાં રૂઆબ જમાવવા માટે પોલીસ કર્મચારીઓ પોતાના વાહનો પર પોલીસની નેમ પ્લેટ રાખતા હોય તે દર કરવા માટે રાજ્યના પોલીસ વડા (DG)એ પરિપત્ર જોહેર કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ સહિત મહાનગરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુય જેમાં અમદાવાદમાં અનેક પોલીસ કર્મચારીઓ […]

અમદાવાદમાં અકસ્માતની બે ઘટના, AMTS બસમાંથી પટકાતા પૌઢનું અને કારની ટક્કરે યુવાનું મોત

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પર એએમટીએસ બસના ડ્રાઈવરે એકાએક બ્રેક મારતા બસના દરવાજા પાસે ઊભેલા પ્રોઢ દરવાજાથી રોડ પર પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સનાથલ રેલવે ઓવબબ્રિજ પાસે પૂર ઝડપે આવેલી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પ્રયાસો છતાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશને રખડતા પશુઓને નિયંત્રણ રાખવા માટે ઢોર પોલિસી જાહેર કરી હતી. ઢોર નિયંત્રણ પોલિસીને અમલીકરણ કરતા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ ત્રાસ અંકુશ વિભાગ (CNCD)એ પશુપાલકોને પોલીસી અંગે સમજ આપી હતી. જેને લઈને જુલાઈ મહિનામાં 1281 જેટલા ઢોર પકડ્યા હતા. જોકે રોજના 50થી પણ ઓછા […]

અમદાવાદમાં જશોદાનગરના પુનિત રેલવે ક્રોસિંગ ઓળંગવા જતા ટ્રેનની અડફેટે વૃદ્ધનો પગ કપાયો

અમદાવાદઃ શહેરમાં ઘણા સ્થળોએ ફાટક બંધ હોવા છતાં કેટલાક લોકો બિન્દાસથી રેલવે ટ્રેક ક્રોસ કરતા હોય છે. અને ટ્રેન આવી જતાં અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. શહેરના જશોદાનગરના પુનિતનગર રેલવે ફાટક પાસે બપોરે એક વૃદ્ધને ટ્રેન આવવાની ખબર હોવા છતાં પણ ફાટક ઓળંગીને જવાનો પ્રયાસ કરતા તે ગુડ્ઝ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ટ્રેન […]

અમદાવાદમાં ડાર્ક ફિલ્મનું વેચાણ કરનારા ઓટો એસેસરિઝ ડિલર્સ સામે હવે પોલીસ કેસ કરશે

અમદાવાદઃ કાર, લકઝરી બસ કે ફોરવ્હીલ વાહનોના કાચ ઉપર બ્લેક ફિલ્મ લગાવી શકાતી નથી. કાચ પર પારદર્શક રીતે જોઈ શકાય તેવી ફિલ્મ જ લગાવી શકાય છે. આમ છતાંયે ધણીબધી કારમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવે છે. કારના કાચ ઉપર ડાર્ક-કાળી ફિલ્મ લગાવીને ફરતા નબીરાઓ ચાલુ ગાડીમાં જ દારૂની મહેફિલ, ડ્રગ્સનો નશો કરતા હોય છે. જ્યારે જુગારીઓ […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસને ગરમી અને પોલ્યુશનથી રાહત માટે AC હેલ્મેટ પ્રાયોગિક ધોરણે અપાયા

અમદાવાદઃ શહેરમાં અસહ્ય ગરમી કે વરસાદમાં ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે  સતત ટ્રાફિકના ધમધમાટમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને પોલ્યુશનને કારણે શ્વાસ સહિતની બિમારીના ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસને રાહત મળે તે માટે વાતાનુકૂલિત એટલે કે એસી હેલ્મેટ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ પ્રાયોગિક ધોરણે ત્રણ ટ્રાફિક કોન્સ્ટેબલોને આવા […]

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળોને નાથવામાં AMC નિષ્ફળઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી સત વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં ઝાડા-ઊલટી, મેલેરિયા તાવ, ડેન્ગ્યુ, ટાઈફોડ. કમળો સહિતના કેસમાં વધારો થયો છે. માત્ર સરકારી જ નહીં પણ ખાનગી દાવાખાનામાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના નાશ માટે ફોગિંગ, દવાનો છંટકાવ,મચ્છરોના પોરાને શોધીને નાશ કરવામાં […]

અમદાવાદમાં તિરંગા યાત્રામાં દેશના ત્રણેય પાંખના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે હાથમાં તિરંગો લઈને ઉભેલા હજારો લોકોને જોતા એવું લાગે છે કે દેશના દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code