1. Home
  2. Tag "AMERICA"

ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીના ખાનગી મેસેજ લીક: અમેરિકા, ઈઝરાયેલ અને UAE પર હુમલાની ભલામણથી ચકચાર

તેહરાન, 7 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફના અત્યંત ગુપ્ત અને વિવાદાસ્પદ મેસેજ લીક થતા ખળભળાટ મચ્યો છે. એક પ્રાઈવેટ ટેલિગ્રામ ગ્રુપમાંથી બહાર આવેલા આ મેસેજમાં ઝરીફે ઈરાનની યુદ્ધ રણનીતિને લઈને અનેક ગંભીર સૂચનો કર્યા છે, જેમાં અમેરિકી નૌકાદળના જહાજો અને ઈઝરાયેલના હિતો પર સીધા હુમલાની […]

અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં 1332 નાગરિકોના મોત થયાનો UNમાં ઈરાનનો દાવો

ન્યૂયોર્ક, 7 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1332 નિર્દોષ ઈરાની નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. […]

અમેરિકાનો ઈરાન પર પ્રચંડ પ્રહાર: 30થી વધુ જહાજોનો નાશ કર્યો

વોશિંગ્ટન, 6 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા તેના સૈન્ય માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકાના ટોચના સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અમેરિકી દળોએ ઈરાનના ૩૦થી વધુ જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. આ કાર્યવાહી બાદ તેહરાન દ્વારા કરવામાં આવતા બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાઓમાં નોંધપાત્ર […]

પશ્ચિમ એશિયામાં વિમાની સેવાઓ ખોરવાઈ: 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ

દુબઈ, 6 માર્ચ 2026: પશ્ચિમ એશિયાના આકાશમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના દુબઈ અને અબુ ધાબી સહિત પશ્ચિમ એશિયાના સાત મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ‘ફ્લાઈટરાડાર-૨૪’ ના તાજેતરના આંકડા મુજબ, 1, 2 અને 3 માર્ચના રોજ સૌથી વધુ […]

ટ્રમ્પ અને બાઈડેનની હત્યાના કાવતરામાં સામેલ પાકિસ્તાની આરોપીએ કરી કબુલાત

બ્રુકલિન, 5 માર્ચ, 2026: એક પાકિસ્તાની નાગરિકે અમેરિકાની અદાલતમાં કબુલાત કરી છે કે પોતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડનની હત્યાના કાવતરામાં સામેલ હતો. જોકે, આ પાકિસ્તાનીએ એવું કહીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે કે આ કામગીરી તેને ઈરાને સોંપી હતી. મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાની એક અદાલતમાં પાકિસ્તાની નાગરિકે ચોંકાવનારો ખુલાસો કર્યો […]

ઈરાનની સત્તા મેળવવાના રઝા પહલવીના સપના પર ટ્રમ્પે ફેરવ્યું પાણી: અમેરિકાએ આપ્યો મો

  વોશિંગ્ટન, 4 માર્ચ 2026 : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનની ગાદી સંભાળવાની આશા રાખીને બેઠેલા રઝા પહલવીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમનું પ્રશાસન ઈરાનની સત્તા પહલવીને સોંપવાનું સમર્થન કરતું નથી. રઝા પહલવી, જેમના પિતા ખામેનેઈના શાસન પહેલા ઈરાનના શાસક હતા, તેઓ […]

અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર ભીષણ હુમલા, તેહરાન ધડાકાઓથી ગાજ્યું

તેલ અવીવ, 28 ફેબ્રુઆરી 2026: મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ આખરે યુદ્ધમાં પરિણમ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક વ્યૂહાત્મક સ્થળો પર વ્યાપક હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની રાજધાની તેહરાન આજે વહેલી સવારે શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા. […]

અમેરિકાને પછાડી ભારત બન્યું AI એપ્સનું સૌથી મોટું માર્કેટ, ડાઉનલોડમાં 207 ટકાનો વધારો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: ડિજિટલ ઈન્ડિયાના અભિયાન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ને અપનાવવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ નીકળી ગયા છે. જનરેટિવ એઆઈ એપ્સ ડાઉનલોડ કરવા અને ચેટબોટ્સના ઉપયોગમાં ભારતે હવે અમેરિકા જેવા વિકસિત દેશને પણ પાછળ છોડી દીધું છે. સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ભારત હવે વિશ્વનું સૌથી મોટું એઆઈ માર્કેટ બની ગયું છે, જ્યાં […]

અમેરિકા અને રશિયા સાથે ત્રિપક્ષીય વાટાઘાટોના પરિણામો સંતોષકારક નથી: યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે જીનીવામાં અમેરિકા અને રશિયા સાથે ત્રિપક્ષીય વાટાઘાટોના પરિણામો સંતોષકારક નહોતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઝેલેન્સકીએ કહ્યું કે ચાલુ યુદ્ધને સમાપ્ત કરવા માટેના સંભવિત કરારો સહિત સંવેદનશીલ રાજકીય મુદ્દાઓ પર પૂરતી ચર્ચા કરવામાં આવી નથી. તેમણે જાહેરાત કરી કે આગામી બેઠક આ મહિનાના અંતમાં યોજાશે. […]

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી પરમાણુ વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે જીનીવા પહોંચ્યા

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે જીનીવા પહોંચ્યા છે. આ ક્ષેત્રમાં યુએસ લશ્કરી તૈનાતી અંગે વધી રહેલા તણાવ વચ્ચે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પરમાણુ વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે જીનીવા પહોંચ્યા છે. ઈરાનના મતે, આ વાટાઘાટો ઓમાન દ્વારા પરોક્ષ રીતે મધ્યસ્થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code