1. Home
  2. Tag "arrest"

અમદાવાદમાં રૂ. 47 લાખની ચોરીના કેસમાં કંપનીના કર્મચારીની ધરપકડ, 41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ શહેરમાં ચોરીના બનાવોમાં મોટાભાગે જાણભેદુ જ નીકળતા હોય છે. અને પોલીસ પણ જાણભેદુ કોણ છે, ત્યાંથી તપાસની શરૂઆત કરી હોય છે. શહેરમાં કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ખાંનગી ઓફિસના લોકરમાંથી રૂપિયા 47 લાખની ચોરી થઈ હતી. લાખો રૂપિયાની ચોરીનો કેસ હોવાથી આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. અને કંપનીના કર્મચારીઓની તપાસ શરૂ કરી હતી.જેમાં એક […]

જમીનના કથિક કૌભાંડમાં IAS કે,રાજેશની CBIએ કરી ધરપકડ, સહ આરોપી રફિકને 1 દિવસના રિમાન્ડ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની  સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજ્યના સિવિલ સર્વિસના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આઈએએસ અધિકારી કે. રાજેશના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા  સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોરના બે હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોચ્યો છે. IAS કે. રાજેશ ઉપરાંત CBIએ સુરતથી વેપારી રફીક મેમણની ધરપકડ […]

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું

અમદાવાદઃ ટ્વીટર પર ટ્વીટ કરવાના કથિત મામલે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ શાસિત આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુરૂવારે અમદાવાદના સારંગપુર બાબા […]

લશ્કર-એ-તૈયબાને ગુપ્ત દસ્તાવેજ આપવા મામલે NIAએ પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીની કરી અટકાયત

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા એક પૂર્વ ઉચ્ચ અધિકારીને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનના એક ઓવરગ્રાઉન્ડ સભ્યને ગુપ્ત દસ્તાવેજ લીક કરવાના આરોપસર ઝડપી લેવાયા છે. આરોપીની ઓળખ પૂર્વ પોલીસ અધિક્ષક અરવિંદ દિલ્વિજય નેગી તરીકે થઈ છે. આ પહેલા એનઆઈએએ આ પ્રકરણમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી. NIAની કામગીરીથી ખળભળાટ મચી ગયો છે. […]

‘રિયલ લાઈફમાં પુષ્પા ઝુકશે અને પકડાઈ પણ જશે..’, પોલીસ અધિકારીની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ

  દિલ્હીઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્યાને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. દરમિયાન આ ફિલ્મથી પ્રેરાઈને ચંદનની તસ્કરી કરનારા શખ્સને મહારાષ્ટ્ર પોલીસે ઝડપી લીધો હતો. એક પોલીસ અધિકારીએ આ તસ્કરનો ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરીને લખ્યું છે કે, ‘રિયલ લાઈફમાં ‘પુષ્યા ઝુકશે અને પકડાઈ પણ જશે…’ ઉચ્ચ પોલીસ અધિકારીની આ ટ્વીટ ખુબ […]

અમદાવાદમાં ગુનેગારો બન્યાં બેફામઃ ભિક્ષુક પાસેથી હપ્તો ઉઘરાવાના રેકેટનો પર્દાફાશ

પોલીસે એક માથાભારે શખ્સને ઝડપી લીધો ભિક્ષૃક ઉપર હુમલો કરતા રેકેટનો પર્દાફાશ થયો પોલીસે આરોપીના સાગરિતોને ઝડપી લેવા કવાયત આરંભી અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યાં હોય તેમ ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદમાં રોડ ઉપર ભીક્ષાવૃતિ કરીને જીવન ગુજારતા લોકો પાસેથી હપ્તો ઉઘરાવવાનું કૌભાંડ સામે આવતા પોલીસ અધિકારીઓ […]

વડોદરાઃ શહેરના માર્ગો ઉપર યુવતીઓની છેડતી કરનારા 11 રોડસાઈડ રોમિયો ઝબ્બે

અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના બનાવોને ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં રોડસાઈડ રોમિયોને ઝડપી લેવા માટે પોલીસની શી ટીમ દ્વારા પેટ્રોલીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. મહિલા પોલીસની શી ટીમ દ્વારા છેલ્લા 5 દિવસના સમયમાં મહિલા કે પછી યુવતીઓની છેડતી કરતા 11 જેટલા રોમિયોને પાઠ ભણાવ્યો છે. પ્રાપ્ત […]

પેપર લીક પ્રકરણઃ મુખ્ય સુત્રધાર જયેશ પટેલની ધરપકડ, પેપર ખરીદનાર બે ઉમેદવારો પણ ઝબ્બે

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આ પ્રકરણના મુખ્ય સુત્રધાર જયેશ પટેલની સાબરકાંઠા પોલીસે ધરપકડ કરી હતી. એટલું જ નહીં પેપર ખરીદીને તેને સોલ્વ કરનારા બે ઉમેદવારોને પણ પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસે જયેશ પટેલ સહિત ત્રણેયની પૂછપરછ […]

મુંદ્રા ડ્રગ્સ કેસઃ NIA એ દિલ્હીથી વધુ એક વિદેશી નાગરિકની કરી ધરપકડ

અમદાવાદઃ મુદ્રા પોર્ટ ઉપરથી રૂ. 30 હજાર કરોડથી વધારેના પકડાયેલા ડ્રગ્સના કેસમાં એનઆઈએ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલા મૂળ અફઘાનિસ્તાનની નાગરિકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. ડ્રગ્સ મોકલવામાં આરોપીની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુદ્રાં પોર્ટ ડ્રગ્સ કેસમાં […]

રાજસ્થાનઃ પાકિસ્તાન માટે ભારતીય સુરક્ષા દળોની જાસુસી કરનારો ઝબ્બે

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય સુરક્ષા એજન્સીઓની પાકિસ્તાન માટે જાસુસી કરતા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન રાજસ્થાનના જેસલમેરમાંથી પોલીસે એક શંકાસ્પદ જાસુસને ઝડપી લીધો હતો. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આરોપી વર્ષ 2015માં પાકિસ્તાન ગયો હતો. જ્યાં ISI હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો અને જાસુસી માટે કેટલીક તાલીમ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code