ચેમ્પિયન્સ ટ્રોફીઃ 16 વર્ષમાં પ્રથમવાર ગ્રુપ સ્ટેજમાં જ યજમાન પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન પાકિસ્તાનની સફરનો અંત આવ્યો છે. બાંગ્લાદેશ પર ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટથી જીત સાથે, પાકિસ્તાનની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું અને ભારત અને ન્યૂઝીલેન્ડ ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા છે. મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ શરૂઆતની બંને મેચમાં પડકાર ઉભો કરી […]