
ચેમ્પિયન્સ ટ્રોફીઃ આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 25મી ફેબ્રુઆરીએ એટલે કે આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 25 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ રાવલપિંડીમાં રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે. છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવીને સેમિફાઇનલ માટે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં પોતાનો દાવો મજબૂત કરવા માટે ટકરાશે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 110 વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 51 મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 55 મેચ જીતી છે. 3 મેચ ડ્રો થઈ છે. આ સિવાય એક મેચ રદ કરવામાં આવી છે. આ મેચમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની ધારણા છે. 25 ફેબ્રુઆરીએ વરસાદની શક્યતા 50થી 70 ટકા છે. આવી સ્થિતિમાં વરસાદ પણ રમતને અસર કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન દ્વારશીસ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, સ્પેન્સર જોહ્ન્સન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, એડમ ઝામ્પા.
દક્ષિણ આફ્રિકા ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી ન્ગીડી, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન, તબરેઝ શમસી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસેન, કોર્બિન બોશ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટ્રેવિસ હેડ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ, સ્પેન્સર જોહ્ન્સન, એડમ ઝામ્પા.
દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેનસેન, વિઆન મુલ્ડર, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી ન્ગીડી.