1. Home
  2. Tag "CM Bhupendra Patel"

 પીએમ મોદીએ રાજ્યના સીએમ પટેલ સાથે ફોનપર કરી વાત – ચક્રવાત બિપરજોયને લઈને શક્ય તમામ મદદની ખાતરી આપી

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ ગુજરાતની ખબર પૂછી સીએમ પટેલ સાથે ફોન પર કરી વાત ગાંઘીનગરઃ- સમગ્ર દેશમાં હાલ બિપરજોય વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે ,વાવાઝોડાને લઈને એનડીઆરએફની ટિમો તૈનાત છે તો સાથે જ દરેક સ્થિતિને પહોંચી વળવા પીએમ મોદીએ વિતેલા દિવસે ખાસ બેઠક […]

કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય: મંત્રી બળવંતસિંહ રાજપૂત

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના  વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં 45 જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. […]

આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી બનશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ સચિવ ડૉ. કિરીટ શેલત અને ફ્લોરીડા એગ્રી. યુનિવર્સિટીના ડૉ. ઓડમેરિ લિખીત–સંપાદિત પુસ્તક અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતીનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. નેશનલ કાઉન્સીલ ફોર ક્લાયમેટ ચેન્જ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દવાથી માંડીને ડિફેન્સ ક્ષેત્રે દેશને […]

શાળા પ્રવેશોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ  રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 12, 13 અને 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મહિસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે મહીસાગર  જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ […]

ગુજરાતઃ માછીમારોનું બે મહિનાનું વેકેશન, 31મી જુલાઈ સુધી માછીમારો દરિયો નહીં ખેડે

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને માછીમારો હવે તા. 31મી જુલાઈ સુધી દરિયામાં માછીમારી કરવા જઈ શકશે નહીં. આ અંગે મત્સ્યવિભાગે પરિપત્ર જાહેર કરીને નિર્દેશ કર્યો છે. જેથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ફિશરીંગ બોટ લંગારવામાં આવી રહી છે. પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં ફીશરીંગ બોર્ડ લંગારવામાં આવી છે. બે મહિના વેકેશન બાદ માછીમારો અષાઢી બીજના પાવન […]

સરકારી કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારોનો રાજ્ય સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા 1લી જુલાઈ 2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.1લી જાન્યુઆરી 2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું […]

ગુજરાતમાં માવઠાંના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરાયું

અમદાવાદઃ રાજયમાં માર્ચ-2023 માસમાં વિવિધ જિલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. અસરગ્રત ખેડુતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર […]

ગુજરાતની જનતાને પીએમ મોદીની 4400 કરોડના વિકાસ કાર્યોની ભેટ

ગાંધીનગરઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. જે બાદ તેઓ મહાત્મા મંદિર ગયા હતા. જ્યાં તેમણે 4400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અમૃત આવાસોત્સવનું લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાનને લાભાર્થીઓને ઘરના ઘરની ચાવી આપી હતી અને તેમની સાથે વડાપ્રધાને ગુજરાતી ભાષામાં સંવાદ પણ કર્યો […]

ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો 40 ટકાથી ઘટીને 3 ટકા ઉપર પહોંચ્યોઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. હવાઈ માર્ગે પીએમ મોદી અમદાવાદ આવતા તેનું એરપોર્ટ ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. તેઓ સીધા ગાંધીનગર ગયા હતા. જ્યાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે […]

યાત્રાધામ સ્વચ્છતા અભિયાનઃ ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોએ ધાર્મિક સ્થળોએ સફાઈ કરી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી અમલી બનાવાયેલા ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત પૌરાણિક શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજી, ઉંઝામાં ઉમિયા માતાજી સહિતના મંદિરોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ગયો હતો અને  તેઓ શ્રી બાલાજી મંદિર ખાતે ભગવાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code