1. Home
  2. Tag "court"

કેજરિવાલ આવતીકાલે જેલમાં કરશે સરેન્ડર, કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. રૂઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને શનિવારે (1 જૂન, 2024) સાત દિવસની વચગાળાની જામીનની મુદત વધારવાની તેમની અરજી પર કોઈ રાહત આપી ન હતી. કોર્ટ વચગાળાના જામીન અંગેની આગામી સુનાવણી 5મી જૂને હાથ ધરશે. EDએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે, […]

ઉત્તરપ્રદેશના સપાના નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી, અન્ય કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ડુંગરપુર બસ્તી કેસના અન્ય એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને દોષિત જાહેર કર્યા છે. આઝમ ખાન હાલ અન્ય કેસમાં જેલમાં બંધ છે. ડુંગરપુર કોલોની ખાલી કરાવવાના મામલે 12 લોકોએ કેસ દાખલ કર્યો હતો. આમાં આઝમ ખાનને આરોપી બનાવવામાં આવ્યા હતા. રામપુરના ડુંગરપુર બસ્તી કેસના વધુ એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને […]

સંદેશખાલી પ્રકરણના આરોપી શાહજહાં શેખે 180 વીધા જમીન ઉપર કર્યો હતો કબજો

કોલકતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જમીન કૌભાંડમાં શેખ શાહજહાં અને તેના ભાઈ આલમગીર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. શાહજહાં અને તેના ભાઈ ઉપરાંત તેના સહયોગી શિવ પ્રસાદ હઝરા અને દિદાર બક્ષ મૌલાના નામ પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા છે. તાજેતરમાં તેમની લગભગ 14 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં […]

વિભવ કુમારથી જીવનો ખતરો વ્યક્ત કરતા સ્વાતિ માલિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ આવાસ પર AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી વિભવ કુમારની જામીન અરજી પર દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાતિ માલીવાલે વિભવ કુમારના જામીનનો વિરોધ કર્યો હતો. માલીવાલે કહ્યું કે, જો વિભવ કુમારને જામીન મળે તો મને અને મારા પરિવારને મારા […]

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]

ખેડબ્રહ્માઃ ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને ફટકારી બે વર્ષની સજા

ખેડબ્રહ્માઃ બેંકનો ચેર પરત ફરવાના કેસમાં ખેડબ્રહ્માની કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. તેમજ દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભરવામાં આરોપી કસુર થાય તો વધુ ચાર માસની કેદની સજાનો પણ હુકમ કર્યો છે, એટલું જ નહીં ફરિયાદીને વળતર ચુકવવા માટે પણ નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, આરોપી કૌશીક જયંતીભાઈચૌહાણ, વાલરણ, તા ખેડબ્રહ્માએ […]

જેલમાં અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની કેજરિવાલની માંગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જેલમાં વકીલોને અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી સીએમ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા […]

‘AAP’ના ધારાસભ્યને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે પાઠવ્યુ સમન્સ, 20મી હાજર રહેવા નિર્દેશ

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં નોટિસ છતા હાજર ન થવા બદલ સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેમને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પીએમએલએની કલમ 50 હેઠળ સમન્સ પર હાજર થવામાં નિષ્ફળતા માટે એક્ટની કલમ 63 (4) સાથે વાંચી કલમ […]

અપમાનિત અને હેરાન કરવા ધરપકડ કરાયાની કેજરિવાલે કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલની અરજી ઉપર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કેજરિવાલે લીકર પોલીસી કેસમાં ઈડી અને લોવર કોર્ટના જેલમાં મોકલવાના આદેશને પડકારવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણીમાં કેજરિવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, તેમની ધરપકડ અપમાનિત અને પહેરાશ કરવા કરાઈ છે. ન્યાયમૂર્તિ સ્વર્ણ […]

‘આપ’ના નેતા સંજ્યસિંહ દિલ્હી-એનસીઆર છોડીને બહાર જઈ શકશે નહીં

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં સંજ્ય સિંહને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજીનો આદેશ રાઉજ એવન્યુ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટએ સુનાવણી બાદ જામીનની શરતોનો નિર્દેશ કર્યો હતો. રાઉજ એવન્યુ કોર્ટએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજ્ય સિંહને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સંજય સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code