1. Home
  2. Tag "death"

માનવો માણસાઈ ભૂલ્યાઃ ગીરસોમનાથમાં 25 શ્વાનને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારાયાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં માનવતાને નેવે મુકીને કેટલાક લોકોએ સફાઈના નામે 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દરમિયાન પશુપ્રેમીઓએ શ્વાન સાથે ક્રુરતા કરનારા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની […]

કોરોના: ચીનમાં 5 સપ્તાહમાં 9 લાખ વ્યક્તિઓના મોતની આશંકા, સરકારના આંકડા છુપાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ હજુ સામે આવી રહ્યાં છે. ચીનમાંથી કોરોના સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. હાલ ફરીથી કોરોનાએ ચીનમાં માથુ ઉચક્યું છે. અત્યાર સુધી ચીનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, કોરોના મહામારીમાં 60 હજાર લોકોના મોત થયાનું ચીને સ્વિકાર્યું હતું. જોકે વિશ્વના નિષ્ણાતોનો દાવો છે કે, ચીન […]

PM મોદીની માતાના નિધન પર પાકિસ્તાનના PM શરીફે વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- માતા ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી

નવી દિલ્હી: પીએમ મોદીના માતા હીરાબેન મોદીનું અમદાવાદમાં નિધન થયું હતું. જે બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. દેશભરના મોટા નેતાઓ અને હસ્તીઓએ દુખની આ ઘડીમાં પીએમ મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. માતા ગુમાવવાથી […]

કેવી રીતે તૈયાર થયું 80ના દશકનું સૌથી મજેદાર અને ઘરઘરમાં પીવાતું પીણું ‘રસના’: જાણો 60 દેશોમાં પહોંચેલા પીણાંની કહાણી

અમદાવાદ: ‘રસના’ ને બનાવનાર અને ઘરઘર સુધી પહોંચાડનાર અરિઝ પીરોજશા ખંભાતાનું હાલમાં જ અવસાન થયુ. 80ના દાયકાના બાળકો રસનાનો એ સ્વાદ હજી સુધી ભૂલ્યાં નથી. અરિઝ ખંભાતાએ 80ના દાયકામાં રસનાની રજૂઆત એવા સમયે કરી હતી જ્યારે સોફ્ટ ડ્રિંક્સ ઊંચા ભાવે વેચાતા હતા. પરિણામે, આ પીણું ભારતમાં એટલું લોકપ્રિય બન્યું કે ભારતના દરેક ઘરમાં તેનું સ્થાન […]

રાજકોટમાં રખડતા પશુઓનો ત્રાસ, રખડતી ગાયે ઢીંક મારતાં વૃદ્ધ વેપારીનું મોત

રાજકોટઃ  ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. રખડતા પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે. છતાં રસ્તે રઝળતા પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલો મ્યુનિ કોર્પોરેશનના સત્તાધિશોની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો.  શહેરના સાધુવાસવાણી રોડ પર દૂધ લેવા નીકળેલા વૃદ્ધ વેપારીને  ગાયે ઢીંક મારતા […]

યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મૃત્યુ થયાઃ યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના પગલે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે. આ યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત રશિયાના અનેક યુદ્ધ […]

મધ્યપ્રદેશઃ એક જ દિવસમાં બે વાઘના મૃત્યુ, એક વાઘના શિકારની આશંકા

ભોપાલઃ ભારતમાં વાઘનું ઘર ગણાતા મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં બે વાઘના મોત થયાની સામે આવતા ખળભળાટ મચી ગયો છે અને પ્રાણી પ્રેમીઓમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે. કાન્હા ટાઈગર રિજર્વ નજીક આવેલા જંગલમાં દોઢ વર્ષના વાઘનું ચામડું મળી આવ્યું હતું. આ ઉપરાંત બાંધવગઢ ટાઈગર રિજર્વમાં 11 વર્ષિય વાઘણ સ્પોટીએ અંતિમ શ્વાસ લીધો હતો. વન […]

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક શ્રદ્ધાજલિ આપી

નવી દિલ્હીઃ  બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતાં. 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાલ સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં હતાં. અહીં જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌથી લાંબો સમય 70 વર્ષ સુધી બ્રિટનના ક્વીન રહ્યાં. બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને […]

તમિલનાડુઃ પૂર્વ CM જયલલિતાના નિધન અંગે તપાસનો અહેવાલ પંચે સુપ્રત કર્યો

બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. […]

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં ટોચના તાલિબાની નેતા હક્કાનીનું મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ટોચના તાલિબાન નેતા મૌલવી રહીમુલ્લાહ હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલાખોરે તેના કુત્રિમ પગમાં છુપાયેલ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રહીમુલ્લાહ હક્કાનીને તાલિબાનના ગૃહ મંત્રી અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code