1. Home
  2. Tag "death"

અમરેલીના સરોવડા ગામે મીઠી નીંદર માણી રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા મોત

અમરેલીઃ  જિલ્લામાં સિંહની જેમ દીપડાંની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જોકે સિંહને શિકાર મળી રહેતો હોવાથી લોકો પર હુમલો કરતો નથી, જ્યારે દીપડા ગમે ત્યારે સીમ-વગડામાં કે ગામના પાદરમાં આવીને એકલ-દોકલ વ્યાક્તિઓ પર હુમલાઓ કરતા હોય છે. દીપડાનો આતંક હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સતત વધતા જતા બનાવોને લઈ ગામડાઓમાં લોકો ભયથી ફફડી રહ્યા છે. […]

કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદનો પુત્ર અસદ પોલીસ અથડામણમાં ઠાર મરાયો

લખનૌઃ રાજ્યભરમાં ચકચારી મચાવનારા ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ફરાર દીકરા અસદ અને તેના સગરિત ગુલામને ઉત્તરપ્રદેશ એસટીએફની ટીમે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. બંને આરોપીઓ ઉપર રૂ. પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર ઝાંસીમાં કરવામાં આવ્યું છે, એટલું જ નહીં તપાસનીશ એજન્સીને સ્થળ પરથી વિદેશી હથિયારો પણ મળી આવ્યાં […]

ગાંધીધામના ઉદ્યોગપતિની દીકરીનું MPમાં પાયલોટની તાલીમ દરમિયાન પ્લેન ક્રેશ થતાં મોત

ભૂજઃ કચ્છના ગાંધીધામના ઉદ્યોગપતિની દીકરી વૃષિકાને પાયલોટ બનાવવા માટે એમપીમાં તાલીમ માટે મોકલવામાં આવી હતી.દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં પાયલોટની તાલીમ આપતું પ્લેન તૂટી પડતા વૃષિકાનું મોત નિપજતા મૃતકના પરિવારમાંમાતમ છવાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક સાંજે ચાર વાગ્યાના અરસામાં થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિ પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નીપજતાં માતમ છવાયો […]

દેશમાં કુદરતી આફતને કારણે એક વર્ષમાં 2000 વ્યક્તિઓના મૃત્યુ, લાખો હેક્ટરમાં પાકને નુકશાન

નવી દિલ્હીઃ દેશમાં કુદરતી આફતોને કારણે વર્ષ 2022-23માં લગભગ 1997 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. આ ઉપરાંત 30615 પશુઓના મૃત્યુ થયાં હતા. કુદરતી આફતોને કારણે 18,54,901 હેક્ટરમાં પાકને નુકશાન થયું હતું. લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, દેશમાં કુદરતી આફતોના કારણે વર્ષ 2022-23માં કુલ 1997 લોકોએ જીવ ગુમાવ્યા હતા. […]

વડોદરાઃ રખડતા ઢોરની અડફેટે વૃદ્ધાનું મોત, પશુના માલિકની અટકાયત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા ઢોરોને ત્રાસ વધ્યો છે. તેમજ રખડતા ઢોરો વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા હોવાની ઘટના પણ વધી રહી છે. દરમિયાન વડોદરામાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે પશુમાલિક સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી. પોલીસની કામગીરીને પગલે રખડતા પશુઓના માલિકોમાં […]

અમદાવાદ કાંકરિયા ઝૂમાં વયોવૃદ્ધ સિંહ અંબરનું મોત, પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરાયા

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ખાતે આવેલા કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં વયોવૃદ્ધ સિંહ અંબરનું ઉંમરને કારણે મોત નિપજ્યું હતું. સિંહનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આણંદ વેટરનરી કોલેજને મોકલવામાં આવ્યો હતો. જ્યાં આણંદ વેટરનરી કોલેજના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એશિયાટીક સિંહ નર અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે જ થયું હોવાનું પુરવાર થયું હતુ. ત્યારબાદ સિંહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન […]

તુર્કી-સિરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 46 હજારને પાર, 20 લાખથી વધારે લોકો બન્યા બેઘર

નવી દિલ્હીઃ તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં હજુ મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 46 હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. હજુ કાળમાટ નીચેથી લોકોથી લોકોને જીવીત કાઢવામાં આવી રહ્યાં છે. ભૂકંપમાં હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત કરી છે. બંને દેશોમાં ભૂકંપમાં 84 હજાર ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે એટલું જ નહીં 20 […]

પેશાવરની મસ્જિદમાં TTPએ આતંકવાદી ઉમર ખાલીદના મોતનો બદલો લેવા કર્યો આત્મઘાતી હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પેશાવરમાં હાઈ સિક્યોરિટી ઝોન ગણાતા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 90ના મોત થયાં હતા જ્યારે 60થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાઝ માટે લોકો એકત્ર થયાં હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીએ જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠન ટીટીપીએ જણાવ્યું હતું કે, […]

માનવો માણસાઈ ભૂલ્યાઃ ગીરસોમનાથમાં 25 શ્વાનને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારાયાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં માનવતાને નેવે મુકીને કેટલાક લોકોએ સફાઈના નામે 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દરમિયાન પશુપ્રેમીઓએ શ્વાન સાથે ક્રુરતા કરનારા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની […]

કોરોના: ચીનમાં 5 સપ્તાહમાં 9 લાખ વ્યક્તિઓના મોતની આશંકા, સરકારના આંકડા છુપાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ હજુ સામે આવી રહ્યાં છે. ચીનમાંથી કોરોના સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. હાલ ફરીથી કોરોનાએ ચીનમાં માથુ ઉચક્યું છે. અત્યાર સુધી ચીનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, કોરોના મહામારીમાં 60 હજાર લોકોના મોત થયાનું ચીને સ્વિકાર્યું હતું. જોકે વિશ્વના નિષ્ણાતોનો દાવો છે કે, ચીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code