1. Home
  2. Tag "for development"

સુરત શહેરના વિકાસ માટે પાટિલની ઉપસ્થિતિમાં મ્યુનિ.ની સંકલન સમિતિની બેઠક મળી

સુરતઃ શહેરમાં સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. શહેરના વિકાસના કામોને ગતિ મળે તે માટે તમામ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત સુરતના ધારાસભ્યો અને મેયર હાજર રહ્યા હતા જેમાં આગામી પ્રોજેક્ટને લઈને તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. […]

રાજ્યમાં અમદાવાદ સહિત આઠ શહેરોના વિકાસ માટે સરકારે રૂપિયા 50 કરોડ ફાળવ્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીએ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે રકમ ફાળવી છે તેમાં અમદાવાદને રૂ. 18.53 કરોડ, સુરતને રૂ. 15.12 કરોડ, વડોદરાને રૂ. 5.67 કરોડ, રાજકોટને રૂ. 4.48 કરોડ, ભાવનગરને રૂ. […]

અમદાવાદ શહેરના વિકાસ માટે વર્લ્ડ બેન્ક રૂપિયા ત્રણ હજાર કરોડની લોન આપશે

અમદાવાદઃ રાજ્યના સૌથી મોટા અને મેટ્રો ગણાતા અમદાવાદ શહેરનો વિકાસ છેલ્લા એક દાયકામાં હરણફાળ ભરી રહ્યો છે. શહેરની વસતી વધવાની સાથે વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના વિકાસ માટે વર્લ્ડ બેન્ક દ્વારા અપાતી લોનમાં અમદાવાદની પ્રથમ પસંદગી થઈ છે. ગુજરાત રેઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મહાનગરને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ. ત્રણ હજાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code