1. Home
  2. Tag "Gandhinagar"

500થી વધુ IITGN વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ ભારતના સેમિકન્ડક્ટર મિશન પર આધારિત કાર્યક્રમમાં જોડાશે

અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) 13 માર્ચ, 2024ના રોજ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ વાર્તાલાપ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને તે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજૂ કરતી વિવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ વાતચીત પહેલા, IIT ગાંધીનગર સવારે 9.30 – 10.30 AM દરમિયાન ‘ભારતના સેમિકન્ડક્ટર મિશનની […]

ગાંધીનગરમાં PM મોદીએ દાનમાં આપેલી જમીન પર નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું CMના હસ્તે ખાતમુહૂર્ત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સેકટર-1 ખાતે સંગીત વિદ્યાના કલા કેન્દ્ર ‘નાદ બ્રહ્મ‘નું ખાતમુહૂર્ત કર્યું હતું. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર 1 ખાતે ભવ્યાતિભવ્ય […]

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં

ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓ જુની પેન્શન યોજના ચાલુ કરાવવાની માગ સહિત પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘમા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.  શિક્ષકો સહિત તમામ સરકારીએ કર્મચારીઓ પેન ડાઉન, શટડાઉન,ચોક ડાઉન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતો. ત્યારબાદ શનિવારે વધુ એક વખતે શિક્ષકો – કર્મચારીઓએ હજ્જારોની […]

ગાંધીનગરમાં લગ્નપ્રસંગમાં ગાજરનો હલવો ખાધા બાદ 98ને ફુડપોઈઝનિંગ, 20ને હોસ્પિટલ ખસેડાયાં

ગાંધીનગરઃ શહેરના સેકટર-24 સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ઘરે લગ્નપ્રસંગ હોવાથી રંગમંચ ખાતે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ 98 જેટલા લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થતાં 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. લગ્નપ્રસંગમાં પનીરની સબજી અને ગાજરનો હલવો […]

ગાંધીનગરના પીરોજપુરમાં લૂંટારૂઓ ત્રાટક્યાં, વૃદ્ધ દંપત્તીને બંધક બનાવી 15 લાખ મત્તાની લૂંટ

ગાંધીનગરઃ જિલ્લાના પીરોજપુર ગામની સીમમાં મધરાતે ઘાતક હથિયારો સાથે બુકાનીધારી 10 જેટલા લૂંટારૂ શખસોએ ધમકાવીને વૃદ્ધ દંપતીને બંધક બનાવી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 15.52ની મતા લૂંટીને પલાયન થઈ ગયા હતા. આ મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગર નજીક […]

ગાંધીનગરમાં કર્મચારીઓ, શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાલે શનિવારે મહાપંચાયત યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાતના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ  જૂની પેન્શન યોજનાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. શિક્ષકોએ તથા કર્મચારીઓએ ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સરકારે મચક ન આપતા હવે આવતી કાલે શનિવારે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે એક લાખ કર્મચારીઓ-શિક્ષકો ભેગા થઈને મહાપંચાયત કરશે. શિક્ષકો ભગવા […]

આંગણવાડી બહેનો જ્ઞાન સાથે ગમ્મત, ધર્મ અને સંસ્કાર પણ પીરસે છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી મહિલાઓને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત […]

ગાંધીનગરના વલાદ શાળામાં ચોર ત્રાટક્યા, વિદ્યાર્થીના પ્રવાસ માટે ભેગા કરેલા 10.91 લાખ ઉઠાવી ગયા

ગાંધીનગરઃ જિલ્લાના વલાદ ગામમાં આવેલી આધારશીલા સ્કૂલનાં તાળા તોડી તસ્કરો રૂપિયા 10 લાખ 91 હજાર રોકડા, તેમજ ચાંદીના આઠ સિક્કા મળીને કુલ રૂ. 10.97 લાખની મત્તા ઉઠાવી જતાં શાળા દ્વારા ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે કચ્છના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થી દીઠ 5200 લેખે 200 વિદ્યાર્થીઓ પાસેથી […]

ગાંધીનગરમાં વણકર ભવનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો

અમદાવાદઃ વણકર સમાજ દ્વારા ગાંધીનગર સેક્ટર 11ના વિશાળ રામકથા મેદાન ખાતે, કેવળ વણકર સમાજના યોગદાનથી રૂપિયા બાર કરોડના ખર્ચે સાકાર થનાર “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરી અને પૂર્વ ક્લેક્ટર સ્વ. કે. કે. ચૌહાણ સહિતના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. મહંતશ્રી લાલદાસ બાપુ (જોધલપીર ધામ-કેસરડી), મહંતશ્રી તુલસીદાસજી (સંત […]

ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ સરકાર સામે માંડ્યો મોરચો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. અને જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યું છે. શુક્રવારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસનાં પણ ધાડેધાડાં ઉતારવામાં આવ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code