1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ ફોર ઓલ’ પર પ્રી-સમિટ યોજાશે

ગાંધીનગરઃ  આગામી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શુક્રવાર, 5 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ફોર ઓલ’ વિષય પર પ્રી-સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ હિતધારકો હાજર રહેશે. આ કાર્યક્રમ ફાર્માસ્યુટિકલ્સ […]

VGGS-2024: ગાંધીનગરમાં છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના જીવંત શિલ્પોત્સવનું કરાયુ આયોજન

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ : VGGS-2024ના ભાગરૂપે કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ દ્વારા ગાંધીનગર ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘જીવંત શિલ્પ’ સિમ્પોઝીયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય જાગૃતિ, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ નક્કી કરવામાં […]

ગાંધીનગરના ઉવારસદમાં ઝાડા-ઊલટીના કેસ વધતા બે કિ.મી. વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ગાંધીનગરઃ શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં ઝાડા-ઊલટીના કેસોને લીધે ઉવારસ ગામથી બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ઉવારસદમાં એક કિશોર ઝાડા-ઊલટીમાં સપડાયો હતો. સારવાર છતાં તબિયતમાં સુધારો નહીં થતાં વધુ સારવાર દરમિયાન કિશોરને કોલેરા થયો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ઉવારસદમાં આવેલા ઇંટોના ભઠાના બે કિલોમિટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર […]

ભારતે ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે: કેન્દ્રિય મંત્રી અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનારા નેશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઈ-માર્કેટ પ્લેટફૉર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજોનો વેપાર કરનારા અને સેવાઓ પૂરી પાડનારા ડેરી સહકારી મંડળીઓના […]

ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી યોજાનારા વાયબ્રન્ટ સમિટમાં 5000 પોલીસ જવાનો ફરજ બજાવશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ ઉદ્યોગજગતના દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરને સજાવવાથી લઇને વાયબ્રન્ટ સમિટમાં આવનારા દેશ-વિદેશના મહેમાનો, વીવીઆઇપીની સલામતી સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટથી લઇને વીવીઇપી રૂટ અને કોન્ફરન્સના મુખ્ય સ્થળો સહિતની […]

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના લોકો સુધી લાભો અપાયા એ જ સાચુ સુશાસનઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડિંડોર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી  ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના લોકો સુધી લાભો અપાયા એ […]

જીવન ખાડાં-ટેકરાથી ભરેલું છે, હારવાની તાકાત અને જીતવાનું ઝનૂન હોવું જોઈએઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને તેમના મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગાંધીનગરના પાનસર ગામે 3.5 કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કલોલમાં સરદાર પટેલની 15 […]

ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની છૂટ, અધિકૃત કર્મચારીઓ, મુલાકાતીઓ માટે લેવાયો નિર્ણય

ગાંધીનગર: પાટનગરના ગિફ્ટસિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આથી સરકારના નિર્ણય સામે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ દ્વારા પણ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીમાં છૂટછાટ આપવાના નિર્ણયની ટીકા કરવામાં આવી છે. ગાંધીજીના ગુજરાતમાં 1961થી દારૂબંધી છે. છતાં પણ રોજ-બરોજ લાખો-કરોડો રૂપિયાનો […]

ગાંધીનગરમાં 11મી જાન્યુઆરીએ સ્કિલ ડેવલપમેન્ટ સેમિનારમાં અનેક વિષયો પર કરાશે ચર્ચા

ગાંધીનગરઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યુ કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત 11 જાન્યુઆરી 2024ના રોજ Viksit Bharat@2047 માટે કૌશલ્ય અને તેના ભવિષ્ય પર ફોકસ સાથેનો સેમિનાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત કરી રહ્યું છે. આ માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ સેમિનાર અનુક્રમે 10:00 થી 13:00 કલાક […]

ગાંધીનગરમાં હેગડેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા મહિલા સંમેલન યોજાયું

ગાંધીનગરઃ  ડૉ. હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા  ગાંધીનગર ખાતે આયોજિત ‘વિશાળ મહિલા સંમેલન-નારાયણી સંગમ’ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમના અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિત મહિલા અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ગાંધીનગર શહેર- જિલ્લાની 1200  જેટલી બહેનો- માતાઓ સહભાગી થયા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રી  ભાનુબેન બાબરીયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code