1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું

ગાંધીનગરઃ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર- 21 શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકી કોલ બેગ વેન્ડિંગ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તેમ,વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલે […]

ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટ અને ટ્રેડ શોના સ્થળની મુખ્યમંત્રીએ કરી સ્થળ સમીક્ષા

ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર અને  હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમો અને  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની  અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓની મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સોમવારે સ્થળ  મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ દરમિયાન ઉદઘાટન સમારોહના હોલ, સેમિનાર હોલ,વિવિધ પેવેલિયન- હોલની રૂબરૂ મુલાકાત કરીને તલસ્પર્શી વિગતો […]

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લીધે 69 Dy.SP, 23 PI, 392 PSI, અને 5520 કોન્સ્ટેબલો તૈનાત કરાયાં

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે, મહાનુભાવોની સુરક્ષા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે. એક એડિશનલ ડીજીપી, 6 આઈજીપી, 21 એસપી, 69 ડીવાયએસપી, 23 પીઆઈ, 392 પીએસઆઈ, અને 5520 જેટલા પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશે, ગાંધીનગરના રેન્જ […]

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લીધે 10મી જાન્યુઆરીથી બે દિવસ ક્યા રસ્તાઓ રહેશે બંધ, જાણો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવશે. કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગાંધીનગર ખ રોડ અને ગ રોડ મહાનુભાવો […]

વાયબન્ટ સમિટને લીધે ગાંધીનગરમાં 100 જેટલા છાપરાં અને રોડ પરના લારી-ગલ્લાં દૂર કરાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં મેગા ઈવેન્ટ યોજાવાની હોવાથી શહેરના રોડ-રસ્તાઓને નવોઢાની જેમ શણગારવામાં આવી રહ્યા છે. ઉપરાંત રોડ સાઈડના 100થી વધુ છાપરા હટાવી દેવામાં આવ્યા છે. તેમજ રોડ પરના લારી-ગલ્લાઓ પણ હટાવવામાં આવી રહ્યા છે. […]

VGGS 2024: ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન કન્ટ્રી એન્ડ સ્ટેટ સેમિનાર યોજાશે

ગાંધીનગરઃ GMDCના મેનેજીંગ ડિરેક્ટર IAS   રુપવંત સિંહએ જણાવ્યુ હતુ કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગુજરાત સજ્જ છે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-2માં કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર યોજાશે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં કન્ટ્રી અને સ્ટેટ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત […]

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લીધે એરપોર્ટથી મહાત્મા મંદિર સહિત રોડ-રસ્તાઓને સજાવાશે

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024ને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીનો રોડ પર તેમજ એસજી હાઈવે પર વૈશ્નોદેવીથી ગાંધીનગર જતા હાઈવે પર સજાવટ કરવામાં આવી […]

ગાંધીનગરમાં ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ-બીઇંગ ફોર ઓલ’ પર પ્રી-સમિટ યોજાશે

ગાંધીનગરઃ  આગામી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શુક્રવાર, 5 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે ‘હોલિસ્ટિક હેલ્થકેર: ગુડ હેલ્થ એન્ડ વેલ બિઈંગ ફોર ઓલ’ વિષય પર પ્રી-સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ હિતધારકો હાજર રહેશે. આ કાર્યક્રમ ફાર્માસ્યુટિકલ્સ […]

VGGS-2024: ગાંધીનગરમાં છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના જીવંત શિલ્પોત્સવનું કરાયુ આયોજન

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ : VGGS-2024ના ભાગરૂપે કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેઈનીંગ ઇન્‍સ્ટિટ્યુટ દ્વારા ગાંધીનગર ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના સ્કલ્પચર સિમ્પોઝિયમ ‘જીવંત શિલ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘જીવંત શિલ્પ’ સિમ્પોઝીયમમાં રાઇઝિંગ ઇન્ડિયા, માનવ આત્માની શક્તિ, યોગ, આધ્યાત્મિકતા, પર્યાવરણીય જાગૃતિ, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ નક્કી કરવામાં […]

ગાંધીનગરના ઉવારસદમાં ઝાડા-ઊલટીના કેસ વધતા બે કિ.મી. વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ગાંધીનગરઃ શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં ઝાડા-ઊલટીના કેસોને લીધે ઉવારસ ગામથી બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ઉવારસદમાં એક કિશોર ઝાડા-ઊલટીમાં સપડાયો હતો. સારવાર છતાં તબિયતમાં સુધારો નહીં થતાં વધુ સારવાર દરમિયાન કિશોરને કોલેરા થયો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ઉવારસદમાં આવેલા ઇંટોના ભઠાના બે કિલોમિટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code