1. Home
  2. Tag "Gandhinagar"

દેશમાં આવનાર સમયમાં નવ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટરો સ્થપાશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક  ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા […]

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો બે દિવસીય વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં EVM-VVPAT , મતદાન મથકો, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ અને ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી. ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે ચૂંટણી વ્યવસ્થા સાથે સંલગ્ન તાલીમબદ્ધ અધિકારીઓ અને કર્મચારીઓ […]

ગાંધીનગર મ્યુનિ.કમિશનરે 397 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું કરવેરા વિનાનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યુ

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કમિશનર દ્વારા 397 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું કરવેરા વિનાનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ ડ્રાફ્ટ બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાયા બાદ હવે સુધારા વધારા સાથે જાહેર કરાશે. ત્યારબાદ મ્યુનિની સામાન્ય સભામાં મંજુરી માટે રજુ કરવામાં આવશે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વર્ષ 2024-25નું 397.75 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું ડ્રાફ્ટ […]

ગાંધીનગરમાં ધોળેશ્વર મંદિરના સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

ગાંધીનગરઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ  આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તા.14/01/2024થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કરતા ગુજરાતના તમામ નાના-મોટા ધાર્મિક સ્થળોને સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા […]

આયુષ્યમાન ભારત યોજના, કોને લાભ મળી શકે, કાર્ડ કેવી રીતે કઢાવવું તેની ટ્રેડ શોમાં માહિતી અપાઈ

ગાંધીનગરઃ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં બનાવાયેલા આયુષ્માન પેવેલિયનમાં મુલાકાતીઓને  હેલ્થ વિભાગ દ્વારા અપાતા વિવિધ ળાભની માહિતી આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આરોગ્યની દરકાર રાખવા અને સારવારના મસમોટા ખર્ચથી બચાવતી પ્રધાનમંત્રી આયુષ્માન યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે. આ યોજનાનું કાર્ડ કેવી રીતે બનાવી શકાય અને આ યોજના હેઠળ કોને કોને લાભ મળે તેની […]

ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ચંદ્રયાન-3ની રેપ્લિકાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ

ગાંધીનગરઃ  વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોમાં ઇસરો દ્વારા બનાવાયેલી ચંદ્રયાન-3ની રેપ્લિકા  પ્રદર્શન નિહાળનાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇસરો દ્વારા લોન્ચ વ્હીકલ, રોકેટ એન્જિન, સ્પેસ ક્રાફ્ટ,નેવિગેશન એપ જેવા વિવિધ વિષયોને આવરીને તેની માહિતી પૂરી પાડવામાં આવી છે. ઇસરોનું અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વૈજ્ઞાનિકો અને તેમની ટીમે પણ ચંદ્રયાન-3 મિશનમાં યોગદાન આપ્યું છે. આ મિશનથી […]

ગાંધીનગરમાં PM મોદીએ દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું કર્યું ઉદઘાટન

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ મંગળવારે ગાંધીનગરમાં VGGS-2024 અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024 ખુલ્લો મુક્યો હતો. આ ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ  ફિલિપ ન્યુસી,તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ  જોસ મેન્યુઅલ રામોસ,ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ સ્વીચ ઓન કરીને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે […]

PM મોદી અને UAEના પ્રેસિડન્ટનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વે આજે મંગળવારે  યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ એરપોર્ટ સર્કલથી પીએમ મોદી સાથે ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર […]

ગાંધીનગરમાં આવાસ યોજનામાં નિયત રકમ ભરનારા 34 લાભાર્થીઓને હવે મકાનો નહીં મળે

ગાંધીનગરઃ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને ગુડા’ (ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ) દ્વારા ઘર વિહોણા લોકોને રાહત ભાવે મકાનો આપવામાં આવે છે. આ આવાસ યોજના થકી દરેક વર્ગના લાભાર્થીઓને ઘરનું ધર મળી રહે તે અર્થે વિવિધ આવાસ યોજનાની સ્કીમો મૂકીને ડ્રો કરીને આવાસોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જુદી-જુદી સ્કીમ મુજબ આવેલી અરજીઓને ધ્યાને લઈને ગુડા દ્વારા […]

વાયબ્રન્ટ સમિટને લીધે બુધવારે ગાંધીનગરમાં સરકારી કચેરીઓ બપોરે 12 વાગ્યે શરૂ થશે

ગાંધીનગરઃ ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code