1. Home
  2. Tag "gujarat"

રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજોમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરાશે

 અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજ તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક દાખલ કરવા સંદર્ભે આજે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્કની અમલવારી થકી તા. 15મી જૂન 2023થી પ્રવેશ મેળવનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા […]

ગુજરાતઃ PMJAY-મા યોજના અંતર્ગત નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

અમદાવાદઃ PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા. 11 જુલાઈ 2-23થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. 10 લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.5 લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે […]

કેન્દ્ર સરકાર GST પેટે ગુજરાત રાજયને રૂ. 9021 કરોડ ફાળવ્યાં

અમદાવાદઃ જીએસટી કમ્પેસેશન સેસ એકટ હેઠળ નાણાકીય વર્ષ 2015-16 ને પાયાનું વર્ષ ગણી તેમાં વાર્ષિક 14 % લેખે વૃધ્ધિને આધારે પહેલી જુલાઇ 2017 થી 30 જૂન 2022 સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી. આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે 9021 કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને ફાળવી આપી છે. […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 40.46 લાખ હેક્ટરમાં થયું ખરીફ પાકોનું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં વરસાદનું […]

ગુજરાતમાં તા. 6મી જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 32 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. તેમજ વરસાદનું જોર ઘડ્યું છે. દરમિયાન હવામાન વિભાગે તા. 6 જુલાઈથી ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સવારે […]

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, સરેરાશ 32 ટકા જેટલો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદનું જોર ઘટતા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં અત્યાર સીધીમાં 32 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 87 ટકા જેટલો વરસાદ નોંધાયો […]

ગુજરાત: હાલમાં 207 ડેમમાંથી 19 ડેમ છે છલોછલ,જાણો સરદાર સરોવર ડેમની સ્થિતિ

 અમદાવાદ:રાજ્યમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ફરીવાર હવે દરેક ડેમની સ્થિતિ જાણવામાં આવી રહી છે. જાણકારી અનુસાર દરેક ડેમમાં હાલ કેટલી પાણીની આવક તેના વિશે જાણકારી મેળવીશુ. જો સૌથી પહેલા દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.42 ટકા જથ્થો છે. આ પછી જો વાત કરીએ ગુજરાતના 207 ડેમ પૈકી 19 […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે છ કલાકના સમયગાળામાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં  152 મિ.મી. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 137 મિ.મી., ધારીમાં 130 મિ.મી., ખેરગામ તાલુકામાં 112 મિ.મી. અને પારડીમાં 98 મિ.મી. […]

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જળબંબોળની સ્થિતિ, રાજ્યના 111 તાલુકામાં 1થી 16 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર તથા કચ્છમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ કેટલાક ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યાં છે. આ ઉપરાંત અનેક માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ કરાયાં હતા. ભારે વરસાદને […]

ગુજરાતઃ મૂડી-વ્યાજ સહાય સબસીડી સ્કીમ હેઠળ ઉદ્યોગ સાહસિકોને રૂ. 6300 કરોડથી વધુની સહાય

અમદાવાદઃ મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે. ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવેલી સહાય તેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code