1. Home
  2. Tag "modi government"

નીતિશ કુમારની એનડીએમાં વાપસીનો માર્ગ બનાવનારા સંજય ઝા રાજ્યસભામાં જશે?

નવી દિલ્હી: રાજકારણ એક મોટો સંભાવનાઓ અને ગિવ એન્ડ ટેકનો ખેલ છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમારના નિકટવર્તી સહયોગી અને બિહાર સરકારમાં પૂર્વ મંત્રી સંજય ઝા રાજ્યસભામાં જાય તેવી શક્યતા છે. બિહારમાં રાજ્યસભાની એક બેઠક જનતાદળ યૂનાઈટેડને મળશે અને આ બેઠક પરથી નીતિશ કુમારે સંજય ઝાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જાણકાર સૂત્રો […]

મોદી સરકારની જીતની હેટ્રિકનું નવું સમીકરણ, રામજન્મભૂમિ આંદોલનના નાયક અડવાણીને ભારતરત્ન

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ અને તેમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની ફરીથી જીતની હેટ્રિકની ખાત્રી આપતા નવા સમીકરણો પણ રચાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન […]

આગામી ટર્મમાં મોદી સરકાર રિપીટ થાય, તો વસ્તી નિયંત્રણનો કાયદો ટોચની પ્રાથમિકતા હશે? બજેટીય ભાષણમાં સંકેત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વચગાળાના બજેટમાં વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જના આકલન માટે એક કમિટીની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કમિટી પાસે ઉચ્ચાધિકાર હશે. કમિટી સરકારને આ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની ભલામણો આપશે. વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જથી પેદા થનારા […]

સ્માર્ટફોનની કિંમત ઘટશે, બજેટ વહેલા સરકારે ફોનના ઉત્પાદનમાં વપરાતા પાર્ટસની આયાત ડ્યુટી ઘટાડી

નવી દિલ્હીઃ ભારત સરકારે વચગાળાના બજેટ પહેલા એક મોટી જાહેરાત કરી છે જે મેડ ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ માટે કોઈ ભેટથી ઓછી નથી. ભારત સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કંપોનેંટ્સ-પાર્ટસ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. હવે મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, સિમ સોકેટ્સ, […]

નવા વર્ષમાં મોદી સરકાર આપશે મોટી ભેટ,પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા થઈ શકે છે સસ્તું

દિલ્હી:મોદી સરકાર મોંઘવારીમાંથી રાહત આપવા માટે આમ જનતાને મોટી ભેટ આપી શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર,ઇંધણની કિંમતોમાં ઘટાડો કરવા માટે રોડમેપ તૈયાર કરવા માટે PMO, નાણાં મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પેટ્રોલ અને […]

કૃષિ-નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડની નિકાસનો હિસ્સો 2014-15માં 13.7% થી વધીને 2022-23માં 25.6% થયો

નવી દિલ્હીઃ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ખેતીની આવક વધારવામાં અને ખેતી સિવાયની નોકરીઓનું સર્જન કરવા, ખેતી અને સંલગ્ન ક્ષેત્રના ઉત્પાદનમાં લણણી પછીના નુકસાનને ઘટાડવામાં અને જાળવણી અને પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખેતરમાં અને બહારના રોકાણો દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તદનુસાર, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના વિકાસને વેગ આપવા માટે ઘણી પહેલ હાથ ધરી છે અને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન […]

સમલૈંગિક સંબંધ અને વ્યભિચાર ગુનો નથી, સરકારે સંસદીય સમિતિઓની ભલામણી ના સ્વિકારી

નવી દિલ્હીઃ સમલૈંગિક અથવા અકુદરતી સેક્સ અને વ્યભિચાર ગુના નથી. સરકારે સંશોધિત ભારતીય ન્યાયિક સંહિતા બિલમાં સંસદીય સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ મહત્વ આપ્યું છે. સરકારે સંસદીય સમિતિની ભલામણોને અવગણીને લોકસભામાં રજૂ કરાયેલા ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ બિલ, 2023માંથી IPCની કલમ 377 અને કલમ 497ને બાકાત કરી છે. કલમ 377 કુદરતી રિવાજો વિરુદ્ધ […]

ન્યાયિક વ્યવસ્થા પરના ભારણને દૂર કરવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ 2023થી 31મી માર્ચ 2026 સુધી કેન્દ્ર પ્રાયોજિત વિશેષ અદાલત (FTSC)ને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેની નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ (કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 1207.24 કરોડ અને રાજ્યના હિસ્સા તરીકે રૂ. 744.99 કરોડ) થશે. નિર્ભયા ફંડમાંથી સેન્ટ્રલ શેરને ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ […]

મોદી સરકારનો મોટો નિર્ણય,હવે PMGKAY યોજના હેઠળ આટલા વર્ષો સુધી મફત રાશન મળશે

દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 આડે હજુ ઘણા મહિનાઓ બાકી છે. જો કે આ પહેલા પણ મોદી સરકારે મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે PMGKAY યોજના હેઠળ મફત રાશન યોજનાને ફરીથી લંબાવી છે. હવે લોકોને આગામી 5 વર્ષ માટે મફત રાશન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. PMGKAY નું પૂરું નામ પ્રધાનમંત્રી […]

ચેતવણીના મેસેજ બાબતે આઈફોન પાસે સરકારે માંગ્યો જવાબ

 નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે એપલને એક નોટિસ જારી કરીને ચેતવણી સંદેશ વિશે પૂછ્યું હતું. નોટિસમાં સવાલ કરવામાં આવ્યો હતો કે ‘રાજ્ય પ્રાયોજિત હુમલાના કયા પુરાવા છે‘. હકીકતમાં, વિપક્ષી નેતાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર મામલા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code