મંત્રીમંડળમાં સ્થાનને લઈને એનસીપી બાદ હવે શિવસેનામાં પણ નારાજગી
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં મંત્રીમંડળે પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન એનડીએમાં મંત્રીમંડળને લઈને અસંતોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મંત્રીમંડળમાં સ્થાન મામલે એનસીપીના નેતા અજિત પવાર નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન શિવસેનાના નેતાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. શિવસેનાના સાંસદ શ્રીરંગ બારણે જણાવ્યું હતું કે, […]


