1. Home
  2. Tag "pakistan"

સંસદમાં ‘પેલેસ્ટાઈન’ લખેલી બેગ લઈને પહોંચેલા પ્રિયંકા ગાંધીની પાકિસ્તાને કરી પ્રશંસા

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ‘પેલેસ્ટાઈન’ લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. આ પગલાને પેલેસ્ટિનિયન લોકો સાથે સમર્થન અને એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રિયંકા ગાંધીના આ પ્રતીકાત્મક પગલાની ચર્ચા પાકિસ્તાનમાં પણ શરૂ થઈ ગઈ છે. પેલેસ્ટાઈન બેગ સાથે જોડાયેલા મુદ્દે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની તસવીર સોશિયલ મીડિયા […]

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રીદીએ રચ્યો ઈતિહાસ, ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનારો ખેલાડી બન્યો

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. બંને વચ્ચે પ્રથમ T20 મેચ કિંગ્સમીડ ખાતે રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 11 રને હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી અને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. વાસ્તવમાં, શાહીન ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, […]

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ બન્યો પોલીસ ઓફિસર, શું છે સેના અને પોલીસ ભરતીના નિયમો

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા પોલીસ ઓફિસર બની છે. મનીષા રોપેતાને આ સન્માન મળ્યું છે. તે સિંધ પોલીસની પ્રથમ મહિલા પોલીસ અધિકારી છે. રોપેતાએ 2021માં સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. પાકિસ્તાનમાં હિન્દુ યુવતી માટે પોલીસ ઓફિસર બનવું મુશ્કેલ માનવામાં આવે છે. રોપેતાએ પાકિસ્તાની અભિનેત્રી નિમરા ખાનના અપહરણના પ્રયાસનો કેસ સંભાળ્યો હતો. રોપેતાએ […]

પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અઝહર 2001માં ભારતીય સંસદ પર હુમલા અને 2019માં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પાકિસ્તાનના બહાવલપુરમાં એક સભાને સંબોધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “મસૂદ અઝહર યુએન દ્વારા નિયુક્ત કરાયેલો આતંકવાદી છે. અમે માંગ કરીએ છીએ […]

પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા

નવી દિલ્હીઃ સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફની આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પાંચ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ – હેરોઈન અને એક ડ્રોન મળી આવ્યું હતું. બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, બીએસએફ જવાનોને ગુરદાસપુરના સરહદી વિસ્તારમાં એક […]

પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

નવી દિલ્હીઃ ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે. આ જીત સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે અરિજિત સિંહ હુંદલે ચાર ગોલ કરી ઉત્તમ પ્રદર્શન […]

સંભલ હિંસાઃ આરોપીઓએ કરેલા ફાયરિંગમાં પાકિસ્તાનમાં બનેલા કારતુસનો થયો હતો ઉપયોગ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદ ખાતે સર્વે ગયેલી ટીમ અને પોલીસ ઉપર તોફાની ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. તેમજ તોફાનીઓએ પોલીસ ઉપર ગેરકાયદે હથિયારોમાંથી ફાયરિંગ કર્યું હતું. આ કેસની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ પોતાની પાસેના જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તેમાં […]

પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાન મામલે આર્મીમાં પડ્યાં ભાગલા

લાહોરઃ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ક્યારેક આર્થિક સંકટ તો ક્યારેક રાજકીય અસ્થિરતા આ દેશની નિયતિ બની છે. હવે પાકિસ્તાન આર્મીમાં આંતરીક વિવાદ સામે આવ્યો છે. જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનના મુદ્દે સેના વિભાજિત થઈ ગઈ છે. ઈમરાન ખાનની લોકપ્રિયતા અને ઈસ્લામાબાદમાં ભૂતકાળમાં તેમની પાર્ટીના પ્રદર્શનને જોતા સેના બેકફૂટ પર છે. આ […]

દેવભૂમિ દ્વારકામાંથી પાકિસ્તાન માટે જાસુસી કરનાર ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ભારતીય સુરક્ષા એજન્સીઓની જાસૂસી કરવાના આરોપસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ઓખાનો રહેવાસી હોવાનું કહેવાય છે. સાહિમા નામની પાકિસ્તાની એજન્ટ સોશિયલ મીડિયા પર આરોપી દિનેશ પાસેથી સંવેદનશીલ માહિતી મેળવી રહી હતી. તેના બદલામાં તે રોજના […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વચગાળાની યુનુસ સરકારે ખરીદેલા હથિયારોનો જથ્થો પાકિસ્તાને પહોંચાડ્યો

ઢાકાઃ અશાંતિ અને હિંસાની સમસ્યાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. લગભગ 52 વર્ષ બાદ પાકિસ્તાન હથિયારોનો જથ્થો લઈને એક જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બચાવેલી તિજોરીનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે કરવામાં આવ્યો છે. પરંતુ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હથિયારોની ખરીદીમાં દલાલીને લઈને શંકાના દાયરામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code