1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનઃ લશ્કરને છુટોદોર અપાયા બાદ ઈમરાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન સમેટાયું

લાહોરઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી મોત અને હિંસાનો ખેલ હવે ખતમ થઈ જશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ વિરોધ પ્રદર્શનનો અંત લાવી દીધો છે. વાસ્તવમાં, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોનું મનોબળ ત્યારે તૂટી ગયું જ્યારે સુરક્ષા દળોએ અડધી રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. સૈનિકોએ ઇસ્લામાબાદમાં એકઠા થયેલા હજારો પીટીઆઇ સમર્થકોને વિખેરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. […]

પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકોને અટકાવાતા હિંસા ફાટી નીકળી, છ સુરક્ષા જવાનોના મોત

લાહોરઃ આર્થિક અને રાજકીય અસમાનતામાંથી પસાર થતા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી – પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના સમર્થકો દ્વારા આયોજીત રેલીને અટકાવવાનો પ્રયાસ કરતા હિંસક અથડામણ થઈ હતી. જેમાં છ સુરક્ષા જવાનોના મૃત્યુ થયાં હતા. આ હિંસામાં 100થી વધુ જવાનો ઘાયલ પણ થયા છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે હવે ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરી […]

પાકિસ્તાન: બાજૌરમાં બે શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ, 2 લોકોનાં મોત

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (કેપી) ના બજૌર જિલ્લામાં બે અલગ-અલગ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયા હતા. બંને વિસ્ફોટોમાં એક પોલીસકર્મી સહિત બે લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. લોઇ મામોન્ડ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, મામોન્ડ વિસ્તારના અરબ વિસ્તારમાં થયેલા પહેલા બ્લાસ્ટમાં એક નાગરિકનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]

‘તમારો પુત્ર યુએસએમાં ગુનેગારો સાથે પકડાયો’, ભૂતપૂર્વ સાંસદ ડૉ. રીટા જોશીને પાકિસ્તાનથી ફોન આવ્યો

કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીના પુત્રના એકાઉન્ટન્ટ પાસેથી રૂ. 2.08 કરોડની છેતરપિંડીનો મામલો થાળે પડ્યો ન હતો ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે સાયબર ઠગોએ પ્રયાગરાજના પૂર્વ સાંસદ રીટા બહુગુણા જોશીને વોટ્સએપ કોલ દ્વારા છેતરવાનો પ્રયાસ કર્યો છે. આ ફોન પાકિસ્તાનના પૂર્વ સાંસદને કરવામાં આવ્યો હતો. ઠગોએ તેને તેના […]

પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો, 42 વ્યક્તિના મોત

લાહોરઃ પાકિસ્તાનના કુર્રમમાં આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 42 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ હુમલામાં એક પોલીસ અધિકારી અને 6 મહિલાઓ સહિત 11 લોકો ઘાયલ થયા છે. આતંકીઓએ ઓચિંતો હુમલો કરીને અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ હુમલો પખ્તૂનખ્વાના ડાઉન […]

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સેનાના 10 જવાનોના મૃત્યુ

લાહોરઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સતત આતંકવાદી ઘટનાઓ બની રહી છે. દરમિયાન આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 10 જવાનોના મોત થયાં છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ આર્મી ચેકપોસ્ટ પાસે પોતાના જ વાહનને વિસ્ફોટકોથી ઉડાવી દીધું હતું. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં વધુ એક આતંકી હુમલામાં […]

પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ ના કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથીઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરે. ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ છે. કોલંબિયા […]

ટ્રમ્પની કેબિનેટથી પાકિસ્તાનની રાતની ઊંઘ ઉડી, સેના અને આઈએસઆઈ ખાસ કરીને પરેશાન

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પોતાના કેબિનેટના ઘણા સાથીઓને પસંદ કર્યા છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. અમેરિકામાં જે ઉત્સાહ છે તેના કરતાં પાકિસ્તાનની સરકાર આ નિમણૂકોથી વધુ ઉદાસ અને ચિંતિત હોઈ શકે છે. તેનું કારણ એ છે કે ટ્રમ્પની કેબિનેટમાં મોટા ભાગના નેતાઓ એવા છે જેઓ પાકિસ્તાન […]

પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધારે બિનમુસ્લિમ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય છે

14 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાનનું એક અંગ છુટું પડ્યું નામ પાકિસ્તાન અને તેના બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાન અંગ્રેજોની ચુન્ગલમાંથી આઝાદ થયું. ભારતના લાખો મુસ્લિમો પાકિસ્તાન ગયા તો પાકિસ્તાનથી લાકો હિંદુઓ ભારત આવ્યા. પંજાબ અને બંગાળના ભાગલા થયા પણ સિંઘના ભાગલા નાં થયા. અનેક હિંદુ સિંધીઓ ભારત આવ્યા. અનેક પંજાબી હિંદુઓ અને પંજાબી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code