1. Home
  2. revoinews
  3. અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો
અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો

અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો

0
Social Share

ગાંધીનગર, 25 એપ્રિલ, 2026 – અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે તે જાણવા અનેક નાગરિકો ઉત્સુક હશે. ત્યારે મળતી સત્તાવાર માહિતી અનુસાર શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારે નીચેની વિગતે મતદાન કરશે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સવારે ૧૧.૦૦ કલાકે નારણપુરા સબ ઝોનલ ઓફિસ, કામેશ્વર મહાદેવ પાસે, અંકુર ચાર રસ્તા, નારણપુરા, અમદાવાદ ખાતે મતદાન કરશે.

આ પણ વાંચોઃ RSS સમગ્ર સમાજને સંગઠિત અને રાષ્ટ્ર માટે કામ કરવા પ્રોત્સાહિત કરે છે: દત્તાત્રેય હોસાબલે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૧૦.૦૦ કલાકે શીલજ પ્રાથમિક શાળા, રૂમ નં-૨, શીલજ, અમદાવાદ ખાતે મતદાન કરશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સવારે ૮.૦૦ કલાકે તેઓના નિવાસસ્થાનેથી મતદાન માટે રવાના થશે અને સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ, મારુતિ પ્લાઝાની સામે, અંકુર ઇંગ્લિશ સ્કુલની પાછળ, ઠક્કરબાપાનગર, અમદાવાદ ખાતે મતદાન કરશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સવારે ૮.૦૦ કલાકે સેન્ટ્રલ સ્કૂલ, રૂમ નં.-૫, SVR કોલેજ સામે, ઈચ્છાનાથ, સુરત ખાતે મતદાન કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code