આંતરિક સુરક્ષા બનશે મજબુત, DRDOએ ગૃહ મંત્રાલયને સોંપી AI સજ્જ પ્રજ્ઞા સેટેલાઈટ સિસ્ટમ
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ભારતની આંતરિક સુરક્ષાને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે. ડીઆરડીઓ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્વદેશી ‘પ્રજ્ઞા ઈમેજિંગ સેટેલાઈટ સિસ્ટમ’ વિકસાવીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી છે. આ સિસ્ટમથી આતંકવાદ અને નક્સલવાદ વિરોધી અભિયાનોમાં ભારતને મોટી સફળતા મળશે. […]


