1. Home
  2. Tag "protest"

રાજુલાના કોવાયા વિસ્તારમાંથી પાંચ સિંહને રેસ્ક્યુ કરીને લઈ જવાતા વન વિભાગ સામે વિરોધ

અમરેલીઃ જિલ્લાના  રાજુલા પાસેના કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી 5 સિંહોને વનવિભાગે ખસેડી લેતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુના બહાને 5 સિંહોને જસાધાર લઈ જવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા ક્યા કારણોસર સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું એ બાબતે […]

રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને ગ્રાન્ટેડ કોલેજો સોંપી દેવાના મુદ્દે અધ્યાપકોનો વિરોધ

અમદાવાદ: રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી એકટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજમાં સરકારી ફીના ધોરણે અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અધ્યાપક મંડળમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યની દરેક યુનિવર્સિટીમાં અધ્યાપકો કુલપતિને આવેદનપત્ર આપી સુચિત એક્ટ સામે રોષ વ્યકત કરી રહ્યા છે. […]

ચોમાસું સત્રના અંત સુધી ખેડૂતો સંસદ ભવન સામે કરશે વિરોધ પ્રદર્શન

સંયુક્ત કિસાન મોરચાએ કર્યું એલાન ચોમાસું સત્રના અંત સુધી ખેડૂતો સંસદ ભવન સામે કરશે વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂત આગેવાનો સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતના આગેવાનો વચ્ચે અનેકવાર મંત્રણા છતાં પણ આ અંગે કોઇ સમાધાન મળ્યું […]

ખાતરમાં કરાયેલો 58 ટકા જેટલો તોતિંગ ભાવ વધારો પાછો ખેંચોઃ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં અનેક તકલીફોનો સામનો કરી રહેલા ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપર 58 ટકાથી લઈને 46 ટકા જેવો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે કરી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ડીપીએ ખાતરમાં જુનો ભાવ […]

ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ

અમદાવાદઃ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન કુવાડવા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. તેમજ મંજૂરી વિના જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણકારી મળતા સાંસદ પૂનમ માડમે તાત્કાલિક કલેટર સાથે બેઠક યોજી હતી. ખેડૂતોનો દાવો હતો કે, જમીન સંપાદનની મંજૂરી લેતી વખતે ખેડૂતોને નિયત વળતર ચૂકવવાનું […]

ગુજરાતમાં ખાધ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં થયો હંગામો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્યતેલના ભાવમાં થયેલો મુદ્દે વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. તેમજ તેલના ભાવમાં થયેલો વધારા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો. તેમજ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પણ કોંગ્રેસે સુત્રોચ્ચાર પણ કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેલીયા રાજાઓ સામે […]

ઇઝરાયલના પીએમ બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં હજારો લોકોએ કર્યો દેખાવો, રાજીનામાની કરી માગ

ઇઝરાયલમાં વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજીનામાની માંગ કરી પ્રદર્શનકારીઓના મતે વડાપ્રધાન કોરોના મહામારી સામે પગલાં લેવામાં નિષ્ફળ નિવડ્યા જેરુસલેમ: ઇઝરાયલમાં વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે. ઇઝરાયલમાં હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજીનામાની માંગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code