1. Home
  2. Tag "Sabarmati River"

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઘટતા રિવરફ્રન્ટનો વોક-વેક-વે લોકો માટે ખૂલ્લો કરાયો

અમદાવાદઃ સાબરમતી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે તેમજ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવતા શહેરના રિવરફ્રન્ટ પરનો વોક-વે લોકો માટે બંધ કરવાની ફરજ પડી હતી. અને લોકો અવર-જવર ન કરે તો માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વાસણા ડેમના દરવાજા ખોલાયા બાદ નદીમાં પાણીનું જળસ્તર ઘટી જતાં રિવરફ્રન્ટનો વોક-વે લોકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવ્યો […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી વધતા લોકો માટે રિવરફ્રન્ટનો વોક વે બંધ કરાયો

અમદાવાદ:  સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પુરની સ્થિતિ ઊભી થઈ છે. તેથી અમદાવાદ જિલ્લાના સાબરમતી નદી કાંઠે આવેલા ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિ.ના સત્તાધિશોએ રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બુધવારે રાતના 8 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે. બીજી સુચના ન અપાય ત્યાં સુધી રિવરફન્ટ અને વોકવે […]

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠા વિસ્તારને સાબદા રહેવા તાકીદ કરાઈ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. […]

અમદાવાદમાં સાબરમતી નદી પરના આઇકોનિક ફૂટબ્રિજ પર એન્ટ્રી ફી નિયત કરાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પર પતંગ આકારનો તૈયાર કરાયેલો 300 મીટર લાંબા ફૂટબ્રીજ પર ચાલવા માટે શહેરીજનો કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા છે, આઈકોનિક ફુટ બ્રીજ એ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ત્યારે શહેરીજનોને આઈકોનિક ફુટ બ્રિજમાં પ્રવેશ માટે પૈસા ચુકવવા પડશે. એટલે કે નદીપાર કરવા માટે ફુટબ્રિજમાં પ્રવેશવા માટે એન્ટ્રી ફી લેવામાં આવશે. સૂત્રોના […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં હવે આકાર લેશે તરતી રેસ્ટોરન્ટ

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ બનાવ્યા બાદ શહેરીજનો માટે અનેક આકર્ષણો ઉમેરાયા છે. રિવરફ્રન્ટની બન્ને બાજુ વૃક્ષો વાવીને ગ્રીનરી ઊભી કરવામાં આવી છે. તેમજ સી-પ્લેન સેવા પણ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલ જોય રાઈડ પણ શરૂ કરવામાં આવી છે તેમજ હવે સાબરમતી નદીમાં તરતી રેસ્ટોરન્ટ પણ શરૂ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાં રિવરફ્રંટને અડીને તરતી […]

બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએઃ સાબરમતી નદી પર બ્રીજ બનાવવાની કામગીરીનો પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા બુલેટ ટ્રેનના કામમાં હવે બુલેટની ગતિ આવતી જાય છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનના સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે રેલવે સ્ટેશન, બ્રીજ વગેરેના કામનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના  સુભાષબ્રિજ  પાસે અન્ય એક બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ […]

અમદાવાદની સાબરમતી નદીમાં પાણીમાં તરતી 3897 ટનથી વધુ જંગલી વનસ્પતી દુર કરાઈ

અમદાવાદઃ શહેરની પ્રદુષિત ગણાતી સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે હાઈકોર્ટે પણ ટકોર કર્યા બાદ તંત્ર જાગ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમ કેટલાક ઉદ્યોગોનું પ્રદુષિત પાણી નદીમાં ઠલવાતું હતું તેવા ઉદ્યોગોના ગટરના જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા, અને નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન આદરવામાં આવ્યું હતું દરમિયાન નર્મદાના પાણીથી ભરી રાખવામાં આવતી અને સરોવરસમી બની ગયેલી સાબરમતી નદીના […]

અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે આજથી નદી મહોત્સવની ઉજવણી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા. 26મી ડિસેમ્બરથી તા. 30 ડિસેમ્બર સુધી નદી મહોસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે સફાઈ, દેશભક્તિ, પાકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિકતાની થીમ ઉપર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. […]

અમદાવાદમાં સાબરમતી નદીને પ્રદુષિત કરતાં 32 ઉદ્યોગોની ડ્રેનેજ લાઈન કાપી નંખાઈ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પણ પ્રદુષણ વધતું જતા અને વારંવારની સુચના છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. અને ત્વરિત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આથી સાબરમતી નદીમાં પ્રદુષિત પાણી છોડતા 32 ઉદ્યોગોની ડ્રેનેજ લાઈન કાપી નાંખવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમદાવાદમાં સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં […]

અમદાવાદમાં સાબરમતી નદી પરનો બેનમુન ફુટઓવર બ્રીજ જાન્યુઆરીમાં ખૂલ્લો મુકાશે

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી  પર ફૂટ ઓવરબ્રિજને  જાન્યુઆરી માસમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. જેમાં આ ફૂટ ઓવર બ્રિજના સ્ટ્રક્ચરનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. તેમજ આ ફૂટ ઓવર બ્રિજ અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળોમાં પણ ઉમેરો કરશે. શહેરના સાબરમતી નદી પરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે આકાર પામી રહેલો આ બ્રિજ હાલ તો લોકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code