1. Home
  2. Tag "states"

આંધળા નશાનો શિકાર બની રહ્યા છે બાળકો, આ રાજ્યોના આંકડા વધી રહ્યા છે

કેરળમાં નશાની સમસ્યા એટલી ઝડપથી વધી રહી છે કે ઘરેલું ઝઘડાથી લઈને ભાઈ-બહેન વચ્ચે યૌન શોષણના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. હાલમાં કેરળમાં નશાની લતને લઈને સ્થિતિ પંજાબ કરતા પણ ખરાબ થઈ ગઈ છે. વર્ષ 2024માં કેરળમાં ડ્રગ્સના 24,517 કેસ નોંધાયા છે, જ્યારે પંજાબમાં આ સંખ્યા 9734 હતી. અહીં ડ્રગ્સ લેનારાઓમાં ડોકટરોથી લઈને શાળાના નાના […]

રાષ્ટ્રીય મહિલા આયોગ: 9 રાજ્યોમાં ‘તેરે મેરે સપને’ નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્ર ખુલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “તેરે મેરે સપને” નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને લગ્ન પહેલાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના સંબંધોને વધુ સારી રીતે સમજી શકે અને સફળ લગ્ન જીવનનો પાયો નાખી શકે. […]

રાજ્યોને શ્વસન રોગો અંગે જાગૃતિ અને દેખરેખ વધારવા કેન્દ્રની તાકીદ

નવી દિલ્હીઃ હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV), 2001થી વૈશ્વિક સ્તરે હાજર છે. ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP)ના ડેટા દેશમાં ક્યાંય પણ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી/ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોમાં કોઈ અસામાન્ય વધારો દર્શાવતા નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સર્વેલન્સ ડેટા દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. 6 જાન્યુઆરી, 2025થી 29 જાન્યુઆરી, 2025 સુધીમાં, ભારતના 11 રાજ્યો/કેન્દ્રશાસિત […]

દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું યથાવત, ધુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું યથાવત છે. શુક્રવાર સવારથી દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસ છે. IMDએ દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં નજીવો ફેરફાર […]

કેન્દ્રીય ગૃહ મંત્રાલય એ ટીબી નાબૂદી અભિયાન અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ ટીબી નાબૂદી અભિયાન અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT) ને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાંથી ટીબી નાબૂદ કરવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, તેમણે જેલો અને સુધારાત્મક સંસ્થાઓમાં ક્ષય રોગ (ટીબી) નાબૂદી પર 100 દિવસનું સઘન અભિયાન યોજવું જોઈએ. ટીબી નાબૂદી પર 100 […]

સંયુક્ત સંસદીય સમિતિ વકફ સુધારા વિધેયક અંગે રાજ્યો પાસેથી સૂચનો લેશે

નવી દિલ્હીઃ વકફ સુધારા વિધેયક પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ હવે રાજ્યના પ્રતિનિધિઓના મૌખિક પુરાવા રેકોર્ડ કરવા માટે બેઠક કરશે. આ બેઠકો 26 અને 27 ડિસેમ્બરે યોજાશે. એવું કહેવાય છે કે સમિતિ 26 ડિસેમ્બરે કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્ય પ્રતિનિધિઓ પાસેથી સૂચનો લેશે. જ્યારે 27 ડિસેમ્બરે તે ઉત્તર પ્રદેશ, ઓડિશા અને દિલ્હીના પ્રતિનિધિઓ સાથે વાત […]

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં NIAના દરોડા, સાણંદમાંથી એકની અટકાયત

અમદાવાદઃ NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત અમદાવાદના સાણંદના ચેખલા ગામે, મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી. અમદાવાદના ચેખલા ગામના મદ્રેસામાં કામ કરતા શંકાસ્પદ વ્યકિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ […]

દેશમાં 8 નવા શહેરો સ્થાપવાની તૈયારી, જાણો કયા રાજ્યોમાંથી આવ્યા પ્રસ્તાવ?

મોદી સરકાર દેશમાં 8 નવા શહેરો સ્થાપવા પર વિચાર કરી રહી છે. આ યોજના પર કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વાસ્તવમાં, સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે 15મા નાણાપંચે 8 નવા શહેરોના વિકાસ માટે 8,000 કરોડની ફાળવણી કરી છે. જેમાં દરેક સૂચિત નવા શહેર માટે 1,000 કરોડની […]

માનવ તસ્કરી બાબતે NIAના 6 રાજ્યોના 22 સ્થળો પર દરોડા

નવી દિલ્હીઃ માનવ તસ્કરીના મામલામાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યાં હતા . 6 રાજ્યોમાં 22 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સંગઠિત ગેંગે નોકરીના બહાને ભારતીય યુવાનોને લલચાવીને વિદેશમાં તસ્કરી કરી અને સાયબર ફ્રોડમાં સામેલ નકલી કોલ સેન્ટરમાં કામ કરવા માટે દબાણ કરે […]

મંકીપોક્સને લઈ રાજ્યોને સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરી

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને સતર્ક રહેવાની અને એમપીપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા અને તેમના સંપર્કોને શોધી કાઢવાની સલાહ આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પપલનું રીક્ષણ કરવા માટે કેટલીક લેબ નક્કકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code