1. Home
  2. Tag "surat"

સુરતમાં RTOની ભારત સિરીઝ (BH) માટે 3 વર્ષમાં 289 લોકોએ કાર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

સુરતઃ ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કેન્દ્રના અને ખનગી કંપનીઓના બદલીપાત્ર કર્મચારીઓ માટેના વાહનો માટે આરટીઓની ભારત સિરીઝ (BH) રિલિઝ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર મેળવનારા કર્મચારીઓ તેમના નવા વાહનોની ખરીદી પર ટેક્સ રિફંડ અને અન્ય મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે ભારત સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી ભારત સિરિઝ લેવાનો […]

સુરતમાં GSTના અધિકારીએ વિભાગની મંજુરી વિના પોતાના મળતિયા સાથે રેડ પાડીને તોડ કર્યો

સુરતઃ રૂપિયા કમાવવા માટે કેટલાક લોકો શોર્ટકટ અપનાવીને અવનવી તરકીબો અપનાવતા હોય છે. શહેરમાં એક ચણિયાચોળીનો વેપાર કરતા વેપારીને ત્યાં એક જીએસટીના અધિકારીએ પોતાના ખાનગી માણસોને અધિકારીના સ્વાંગમાં વેપારીને ત્યાં મોકલીને રેડ પાડી હતી. અને હિસાબની તપાસ કરીને 80 લાખની ચોરી શોધી કાઢીને રૂપિયા 45 લાખ ભરવાનું કહીને રૂપિયા 12 લાખનો તોડ કર્યો હતો. અતે […]

માનહાનિ કેસમાં સજા સામે રાહુલ ગાંધી કરશે અપીલ,આજે પહોંચી શકે છે સુરત

આજે સુરત આવી શકે છે રાહુલ ગાંધી બે વર્ષની જેલની સજા સામે કરશે અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરશે અરજી  દિલ્હી :કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકાર્યા બાદ મેજિસ્ટ્રેટના આદેશ સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરશે. રાહુલ આજે એટલે કે સોમવારે પોતાના વકીલો સાથે સુરત કોર્ટ પહોંચી શકે છે. રાહુલ ગાંધીને સુરતના […]

સુરતના મેયર કહે છે, શહેરના કૂતરાઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધાતા લોકોને કરડી રહ્યા છે

સુરતઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી ત્યાં રખડતા કૂતરાનો પણ ત્રાસ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા 40 દિવસમાં શ્વાનના હુમલાના 3 બનાવ બન્યા છે. જેમાંથી બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે આ વખતે બનેલી ઘટના બાદ શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ એક ચોંકાવનારી વાત કહી હતી. મેયરે શ્વાન આક્રામક બનવા પાછળનું કારણ શ્વાનમાં […]

સુરતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો તૈયાર હોવા છતાયે લાભાર્થીઓને કબજો અપાતો નથી

સુરતઃ ગુજરાતમાં સરકારી તંત્રની એવી લાપરવાહી કે નિષ્ક્રિયતા હોય છે. કે, મકાનો, બ્રિજ કે કોઈ પબ્લિક પ્રોપર્ટી બનાવ્યા બાદ તેના લોકાર્પણના અભાવે મિલ્કતો ખંડેર જેવી બની જતી હોય છે. સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો તૈયાર થઈ ગયા છે. એટલું જ નહીં સાત વર્ષ પહેલા મકાનોના એલોટમેન્ટ લેટર પણ આપી દેવામાં આવ્યા છે. […]

સુરતના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં મંદીની મોકાણ, એક લાખથી વધુ લોકોની રોજગારીને અસર થશે

સુરતઃ સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ ડાયમન્ડ ઉદ્યોગની જેમ અનેકને રોજગારી આપી રહ્યા છે. જેમાં એમ્બ્રોઇડરી જોબવર્ક કરતાં કારખાના છે. ઉપરાંત ઘણાબધા લોકો પોતાના ઘરે પણ નાના મશીનો દ્વારા જોબવર્ક કરતા હોય છે. હાલ એબ્રોઈડરીમાં વ્યાપક મંદી ચાલી રહી છે. કારખાનેદારોના સરેરાશ 20-25 ટકા મશીનો બંધ થયા છે. કારખાનેદારો જોબવર્ક લેતાં પહેલા પેમેન્ટ કેટલા દિવસે આપશે તે નક્કી […]

સુરતમાં 85 મીટર ઊંચા કુલિંગ ટાવરને માત્ર 7 સેકેન્ડમાં કંટ્રોલ એક્સપ્લોઝિવથી તોડી પડાયું

સુરતઃ શહેરના  ઉતરાણ પાવર સ્ટેશનમાં 30  વર્ષ જૂના કૂલિંગ ટાવરને આજે મંગળવારે  ડિમોલિશન કરવામાં આવ્યો હતો. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કૂલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ગણતરીની સેકન્ડમાં જ એકસાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતા. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનવા […]

કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે

સુરત : જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કમોસમી વરસાદ સંદર્ભે આગોતરી જાણ હોવાથી સુરત જિલ્લાના તમામ વિભાગો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા. ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ […]

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી

અમદાવાદઃ દેશમાં સ્માર્ટસિટી મિશન અંતર્ગત હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરાની સાથે દાહોદની પણ પસંદગી કરવામાં આવી છે. તેમજ આ માટે કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી આ નગરોમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ ઉમેરાશે. કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. […]

સુરતમાં વિદ્યાર્થી ચાલતા 4 કિ.મી દુર કેન્દ્રમાં પરીક્ષા આપવા જતો હતો, પોલીસે માનવતા દાખવી

સુરતઃ શહેરમાં ટ્રાફિક પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી જોવા મળી છે.  એક વિધાર્થીને પરીક્ષા આપવા જવા માટે મોડું થઇ ગયું હતું. રિક્ષા કરીને જવા માટે પૈસા પણ ન હતા. ત્યારે વિદ્યાર્થી નિરાશ મને ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેની વ્યથા જાણી તાત્કાલિક પોતાની બાઈક પર બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code