1. Home
  2. Tag "talati"

ગાંધીનગરના માધવગઢ ગામના તલાટી-મંત્રીને 50,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ પકડ્યો

ગાંધીનગરઃ જિલ્લાના માધવગઢ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને છાલા ગામ ઝાખોરા બ્રીજની નીચે એસીબીએ છટકુ ગોઠવીને 50 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. માધવગઢના તલાટી-મંત્રીએ વડીલો પાર્જિત જમીનના વારસાઈ હક્ક પત્રકમાં ફરિયાદીની પત્નીનું નામ દાખલ કરવાની અવેજીમાં બે લાખની લાંચ માંગી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 50 હજાર નક્કી કરાયા હતા. અસીબીના સૂત્રોના જણાવ્યા […]

કાંકરેજ તાલુકાના શિરવાડાનો તલાટી કમ મંત્રી 50 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. હવે તો કોઈનો ય ડર ન હોય તેમ લાંચિયા કર્મચારીઓ બિન્દાસ્તથી લાંચ માગતા હોય છે. મોટાભાગના લાંચ માગવાના કિસ્સામાં લોકો એસીબીને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. એટલે લાંચના કેસ પકડાતા નથી. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામના તલાટીને રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી […]

તલાટી-મંત્રીની 3437 જગ્યા માટે 7મી મેના રોજ પરીક્ષા, જડબેસાલક વ્યવસ્થા ગોઠવાશે

અમદાવાદ:  ગુજરાતમાં તલાટી-મંત્રીની ખાલી પડેલી 3437 જગ્યાઓ માટે આશરે આઠ લાખ જેટલા ઉમેદવારો 7મી મેના રોજ પરીક્ષા આપશે. ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર માટે પણ આ પરીક્ષાનું સુપેરે આયોજન કરવું એ એક કસોટીરૂપ બની ગયું છે. આજે બપોરે 1 વાગ્યાથી તલાટીની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ […]

ગુજરાતમાં તલાટીઓની ખાલી જગ્યા પુરાતી નથી, તલાટીઓની ગેરહાજરીથી ગ્રામજનો પરેશાન

અમદાવાદઃ ગુજરાતનાં ગામડાંના લોકોને જુદા જુદાકામો અંગે તલાટી-મંત્રી પાસે જવું પડતું હોય છે. છેલ્લા ઘણા સમયથી તલાટીઓની મોટી ઘટને લીધે મોટાભાગના તલાટીઓ પાસે બેથી ત્રણ ગામનો હવાલો હોવાથી ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટી ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ હોય છે. એટલે ગામડાંની જનતા એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. ગ્રામજનોનાં અગત્યનાં કામ અટકી પડે છે. […]

તલાટી મંત્રીઓને હવે રૂપિયા 900ને બદલે 3000નું ભથ્થું અપાશે, સરકારે કરી જાહેરાત

ગાંધીનગરઃ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  તલાટી કમ મંત્રીઓને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900 ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.તેમ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી  બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું વધુમાં હતું કે, કર્મચારીઓના હિતને […]

રાજ્યના તલાટી કમ મંત્રીઓ 2જી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે,

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે તલાટી-મંત્રીઓ પણ સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે. જિલ્લા પંચાયત સેવાની 14 કેડરોના 19 જેટલા પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે. આથી તલાટી કમ મંત્રી કર્મચારીઓની ધીરજ ખુટી પડતા તારીખ 2જી, ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. […]

બેકાબુ બેરોજગારીઃ 3400 તલાટીની ભરતી માટે 17 લાખ યુવાનોએ કરી અરજી

એક વાખથી વધારે અરજીઓ ભૂલના કારણે રદ કરાઈ દર વર્ષે લાખો યુવાનો અભ્યાસ પૂર્ણ કરે છે રાજ્યમાં હાલ 3 લાખથી વધારે શિક્ષિત બેરોજગાર અમદાવાદઃ ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતા રાજ્યમાં લાખો યુવાનો રોજગારીની શોધમાં છે. દરમિયાન સરકાર દ્વારા તલાટીની 3400 પોસ્ટ માટે ભરતીની પ્રક્રિયા […]

ધોલેરામાં વાડાની આકારણી માટે 17 હજારની લાંચ લેતા તલાટી રંગેહાથ પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ અવાર-નવાર ઉઠતી રહે છે. ગામડાંમાં ફરજ બજાવતા તલાટી-મંત્રીથી લઈને છેક રેવન્યુ વિભાગના અધિકારીઓ સુધી ભ્રષ્ટ્રાચાર થતા હોય છે. છેલ્લા મહિનામાં જ એસીબીએ લાંચ લેતા ઘણા કર્મચારીઓ-અધિકારીઓને પકડી પાડ્યા છે. છડેચોક લાંચ માગનારા સામે પણ હવે લોકોમાં જાગૃતિ […]

તલાટી મંત્રીની 3437 જગ્યા માટે 22 લાખથી વધુ અરજીઓ, હજુપણ અરજીઓમાં વધારો થશે

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોઈપણ સરકારી ભરતી હોય તો લાખોની સંખ્યામાં અરજીઓ આવતી હોય છે. તલાટી-મંત્રીની જગ્યા માટે એમબીએ, એલએલબી, એલએલએમ, અને માસ્ટર ડિગ્રીધારી અનેક યુવાનોએ નોકરી માટેની અરજીઓ કરી છે. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાની ભરતી માટે 22 લાખ જેટલી ઓનલાઇન અરજીઓ પંચાયત પસંદગી […]

રાજ્યમાં તલાટીની 3400 જગ્યા માટે 8.50 લાખ અરજીઓ, હજુ આંકડો વધીને 10 લાખે પહોંચશે

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજયમાં ફરીથી તલાટી ની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ તેને માંડ એક સપ્તાહ જેટલો સમય થયો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code