Homeગુજરાતીગુજરાતઉકાઈ ડેમમાંથી 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા તાપી નદી બેકાંઠા, સુરતનો...

ઉકાઈ ડેમમાંથી 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા તાપી નદી બેકાંઠા, સુરતનો કોઝ-વે ઓવરફ્લો

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસથી વરસાદ સમયાંતરે પડી રહ્યો છે.જેમાં  સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ પડતા  રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી ક્રમશ: 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ઓછો નોંધાતા લોકોની ચિંતા વધી હતી. પરંતુ હવે ચોમાસું બરોબર જામ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરતમાં છેલ્લા 4થી વધુ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શહેરમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે અને વિયરકમ કોઝ-વેની સપાટી 6 મીટરને પાર કરી ગઈ છે. કોઝ-વેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ઉકાઈ ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી જેથી છેલ્લા ચાર દિવસમાં 6 ફૂટ સપાટી વધી છે. જ્યારે 345 ફૂટની ઉકાઈ ડેમની સપાટીથી માત્ર 5 ફૂટ જ દૂર છે. ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટને પાર પહોંચી છે. જ્યારે ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યુસેક નોંધાઈ છે. જ્યારે ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી ક્રમશઃ છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના પાણીના જળ સ્તરમાં સતત વધારાને કારણે હવે વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે. એક વર્ષ સુધી ખેતી અને પીવા માટેના પાણીની વ્યવસ્થા કરી શકાય તેટલું પાણી હાલ ઉકાઈ ડેમની અંદર સંગ્રહિત થઈ ગયું છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img