Homeગુજરાતીતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શોના એક્ટર ‘સુંદર’ નો કોરોના રિપોર્ટ આવ્યો...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શોના એક્ટર ‘સુંદર’ નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ 

  • તારક મેહતામાં સુંદરનો રોલ પ્લે કરનાર મયુર વાકાણી કોરોનાગ્રસ્ત
  • હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદ – ‘સોની સબ’ પર સૌથી વધુ જોવાતો શો એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના ભાઈ સુંદરનો રોલ પ્લે કરનારા અમદાવાદી એક્ટર મયૂર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે એક્ટરેને કેટલાક દિવસથી તાવ આવવાની ફરીયાદ હતી, તેમને શંકા જતા તેઓ એ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે સુંદરલાલને કોરોનાના એકપણ લક્ષણ જોવા મળ્યા નહોતા. છત્તાં તેમને જાણ થતા જ તેઓ  હોમ ક્વૉરન્ટીન થઈ શકતા હતા જો કે તેમણે તેમ ન કર્યું, આ મામલે એક્ટર મયૂર વાકાણી ખૂબ ગંભીર હતા તેઓ રિસ્ક લેવા માંગતા નોહોતા, જેના કરણે તેઓએ હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય લીધો હતો

મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં શોના શૂટિંગ દરમિયાન તેમને કોરોનાનું સંક્રમણ થયું હોવાની શક્યતાઓ છે,જો કે તેઓ મુંબઈથી અમદાવાદ પરત ફર્યા તેને પણ એક અઠવાડિયા જેટલો સમય થઈ ચૂક્યો છે,  મુંબઈથી ઘરે આવ્યા બાદ તેમની તબિયત  સારી હતી તેઓમાં કોઈ પણ પ્રકારના લક્ષણ દેખાતા નહોતા.

ઉલ્લેખનીય છે કે ,કોરોમા મહામારી દરમિયાન અનેક સેલિબ્રીટીઓ કોરોનાની ઝપેચમાં આવી ચૂક્યા છએ તો કેટલાકએ કોરોનાના કારણે જીવ પણ ગુમાવ્યા છે.

સાહિન-

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular