Homeગુજરાતીટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતઃ જસપ્રિત બુમરાહ ઈન તો...

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતઃ જસપ્રિત બુમરાહ ઈન તો જાણો કોણ થયુ બહાર

  • ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત
  • જસપ્રિત બુમરલાહ હર્લષ પટેલને મળ્યું સ્થાન

દિલ્હીઃ- દેશમાં ક્રિકેટ પ્રેમીઓ હવે ટી 20ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ક્રિકેટ રસીયાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે,ટી 20 માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે આ ટીમમાં રિષભ પંત અને દિનેશ કાર્તિક બંનેની પસંદગી કરવામાં આવી છે. જસપ્રીત બુમરાહ ફરી એકવાર અનુભવી ભુવનેશ્વર કુમાર અને યુવા અર્શદીપ સાથે ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે.

આ સાથએ જ રવિન્દ્ર જાડેજાનો ટીમમાં સમાવેશ ન થતાં વર્લ્ડકપ પહેલા તેની રિકવરી અંગેની અટકળોનો અંત આવી ગયો છે. આ સાથે વર્લ્ડકપ પહેલા યોજાનારી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સીરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

જાણો ભારતીય ટીમમાં ટી 20મા કયા ખેલાડીઓ રમશે

આ સહીત રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.બીજી તરફ મોહમ્મદ શમી અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે  પસંદ કરાયા છે.

સંબંધિત લેખો

Most Popular