Homeગુજરાતીભાઈજાનના અવાજમાં ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’ નું 'જી...

ભાઈજાનના અવાજમાં ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’ નું ‘જી રહે થે હમ’ સોંગનું ટીઝર રિલીઝ

  • સલમાન ખાનની ફિલ્મના સોંગનું ટિઝર રિલીઝ
  • સલમાન ખાને પોતે આ સોંગમાં આવજા આપ્યો છે.

મુંબઈઃ- અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવોઈડેટ ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનને લઈને દર્શકો ખૂબ જ આતપર છે આ ફિલ્મ ઈદની આસપાસ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે આ ફિલ્મનું એક સોંગ  જી રહે થે હમનું ટિઝર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે.

સોમવારે સલમાન ખાને તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના આગામી ગીત ‘જી રહે થે હમ’નું ટીઝર તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિલીઝ કર્યું હતું. આ ટીઝરમાં  લાંબા વાળમાં સલમાન ખાનનો લુક અદભૂત લાગી રહ્યો છે જ્યારે પૂજા હેગડે પોતાની સુંદરતા અને કિલર સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે.
 ‘જી રહે ધ હમ’ના આ ટીઝરમાં તમને સલમાન ખાન અને પૂજા હેગડે વચ્ચેની કેમેસ્ટ્રી પણ સ્પષ્ટપણે જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ગીત સલમાન ખાને પોતાના અવાજમાં ગાયું છે.જેથી સોંગ રિલીઝ થવાનો દર્શકોનો ઉત્સાહ હવે વધ્યો છે.જો સલમાનના લૂક વિશએ વાત કરવામાં આવે તો  આ ફિલ્મમાં લાંબા વાળમાં સલમાન ખાનનો લુક અલગ જોવા મળી રહ્યો છે. જો ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મમાં  શહનાઝ ગિલ પણ જોવા મળી છે જેને લઈને દર્શકો ઘણા ખુશ થયા છે. ઉપરાંત ફિલ્મમાં રાધવ જૂયાલ, પલક તિવારી અને જસ્સી ગિલ પણ જોવા મળે છે.
સંબંધિત લેખો

Most Popular