1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલની એક સર્વિસ 1 જૂનથી બદલાઇ જશે, જાણો કઇ સર્વિસમાં થશે ફેરફાર
ગૂગલની એક સર્વિસ 1 જૂનથી બદલાઇ જશે, જાણો કઇ સર્વિસમાં થશે ફેરફાર

ગૂગલની એક સર્વિસ 1 જૂનથી બદલાઇ જશે, જાણો કઇ સર્વિસમાં થશે ફેરફાર

0
Social Share
  • ગૂગલ પોતાની ગૂગલ ફોટોઝ સર્વિસને 1લી જૂનથી બદલી રહી છે
  • 1 જૂન, 2021થી અપલોડ કરવામાં આવતી તસવીરો 15 જીબીની સ્ટોરેજમાં જ ગણાશે
  • 1લી જૂન બાદ પણ હાઇ ક્વોલિટીની તસવીરો અને વીડિયોને 15 જીબીની મર્યાદામાં રાખવામાં આવશે

નવી દિલ્હી: ગૂગલ પોતાની એક મહત્વની સર્વિસ ગૂગલ ફોટોઝના નિયમને 1લી જૂનથી બદલી રહી છે. આ નવી અપડેટ અનુસાર, 1 જૂન, 2021થી આપના દ્વારા અપલોડ કરવામાં આવતી કોઇ પણ નવી તસવીર તેમજ વીડિયો, તે 15 જીબી સ્ટોરેજમાં જ ગણવામાં આવશે, જે યૂઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે પછી જેને યૂઝર્સ Google One મેમ્બર હેઠળ ખરીદે છે.

જો કે, સર્વિસની અસર પહેલી જૂન પહેલા ગૂગલ ફોટોઝમાં સેવ કરવામાં આવેલી તસવીરો પર લાગૂ નહીં થાય 1લી જૂન બાદ પણ હાઇ ક્વોલિટીની તસવીરો અને વીડિયોને 15 જીબીની મર્યાદામાં રાખવામાં આવશે. ઓછી ગુણવત્તાની તસવીરો પહેલાની જેમ જ તમે સેવ કરી શકશો.

આપના ગૂગલ એકાઉન્ટ (Google Account)ના સ્ટોરેજમાં આપની ડ્રાઇવ, જીમેલ વગેરે સામેલ કરવામાં આવે છે. તેની લિમિટ માત્ર 15 GB છે. તેનાથી વધારાની સ્ટોરેજ ક્ષમતાને તમારે કંપની પાસેથી ખરીદવી પડશે. હવે ગૂગલ ફોટોને તેમાં સામેલ કરવાથી ઘણી બધી સ્ટોરેજ ક્ષમતાની જરૂર પડશે. કંપનીનું કહેવું છે કે આ ફેરફાર તેમને સ્ટોરેજના વધારાની માંગના તાલમેલ રાખવામાં મદદ કરશે.

નોંધનીય છે કે, લગભગ પાંચ વર્ષ પહેલા ગૂગલ ફોટોઝ (Google Photos) ફીચર લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેની મદદથી યૂઝર્સ પોતાની અગત્યની તસવીરોને એક સ્થળે રાખી શકે છે. વર્તમાન સમયની વાત કરીએ તો Google Photosમાં 4 ટ્રિલિયનથી વધુ તસવીરો સ્ટોર થયેલી છે. દર સપ્તાહે આ પ્લેટફોર્મ પર 28 બિલિયન નવી તસવીરો અને વીડિયોઝ અપલોડ કરવામાં આવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code