Site icon Revoi.in

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક, વિજ્યએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Social Share

 ચેન્નઈ, 10 મે 2026: Thalapathy coronation in Tamil Nadu તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે તમિલગા વેટ્ટરી કઝગમના (TVK) વડા સી. જોસેફ વિજયએ આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેની સાથે નવ મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જોકે, શપથ લીધા બાદ વિજય સરકારે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવી પડશે.

તમિલગા વેત્રી કઝગમ (TVK) ના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. આજે રવિવારે સવારે 10.15 વાગ્યે તમિલમાં શપથ લીધા હતા. શપથવિધી સમારોહમાં લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. વિજય શપથ લેતી વખતે નિર્ધારિત લાઈન સિવાય અન્ય વાતો બોલવા લાગ્યા. તેના પર રાજ્યપાલ અર્લેકરે તેમને રોક્યા અને કહ્યું કે જે લખીને આપ્યું છે તે જ વાંચો.

શપથવિધિ સામારોહમાં મુખ્યમંત્રી  વિજયની સાથે 9 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. તેમાં એન આનંદ, આધવ અર્જુન, ડો. કેજી અરુણરાજ, કેએ સેંગોટ્ટૈયન, પી વેંકટરમણન, આર નિર્મલકુમાર, રાજમોહન, ડો. ટીકે પ્રભુ, સેલ્વી એસ કીર્તનાનો સમાવેશ થાય છે. આ બધા વિજયની પાર્ટી TVKના ધારાસભ્યો છે. સહયોગી પક્ષોના કોઈ ધારાસભ્યને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી.

મુખ્યમંત્રી  બનતા જ વિજય એક્શનમાં આવ્યા અને દસ્તાવેજોનો પહેલો સેટ સાઈન કર્યો. તેમાં 200 યુનિટ મફત વીજળી આપવા, મહિલા સુરક્ષા દળ અને એન્ટી ડ્રગ્સ સ્ક્વોડ બનાવવાનો આદેશ સામેલ છે. મુખ્યમંત્રી વિજયએ નવી સરકારની રચના બાદ તુરંત જ બે મુખ્ય બંધારણીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે. સૌથી પહેલા વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવશે. ત્યાર બાદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિજય સરકારને 13 મે સુધીમાં બહુમતી સાબિત કરવા નિર્દેશ આપ્યો છે.

Exit mobile version