Site icon Revoi.in

મારા યુવા મિત્રોની અદ્ભુત પ્રતિભાએ મને નવી ઊર્જાથી ભરી દીધોઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી કરી હતી. તેમની યાત્રા દરમિયાન તેમણે યુવાન મિત્રો સાથે ઉષ્માસભર વાતચીત કરી હતી, જેમણે તેમને પેઇન્ટિંગ્સ અને આર્ટ વર્ક્સની ભેટ આપી હતી.

પ્રધાનમંત્રી અને નવા, ઉભરતા ભારત વિશે કવિતાનું પઠન કરનારી એક યુવતી સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદીએ તેમની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ એક યુવાન સાથે પણ વાતચીત કરી હતી, જેણે તેમને પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું અને તે મકાનનો લાભાર્થી પણ હતો. પીએમએ યુવાનને નવા મકાનમાં તેમની પ્રગતિ વિશે પૂછ્યું અને તેને શુભેચ્છા પાઠવી. અન્ય એક યુવતીએ પણ પ્રધાનમંત્રી વિશે એક કવિતા સંભળાવી હતી, જેના માટે તેમણે તેની પ્રશંસા કરી હતી.

ત્યારબાદ પ્રધાનમંત્રીએ મહિલા લોકો પાઇલટ્સ સાથે વાતચીત કરી હતી, જેમણે તેમની નોકરી અંગે ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે તેમને ખૂબ જ એકાગ્રતા સાથે કામ કરવા વિનંતી કરી અને તેમની નવી નોકરી માટે શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version