
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો અને ત્યારબાદ લાભ પાંચમ સુધી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. તેમાં દિવાળીના તહેવારોમાં શ્રદ્ધાળુંઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા મંદિરને મોટી આવક થઈ હતી.
દિવાળીના દિવસથી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ મીની વેકેશન માણ્યુ હોય તેમ લોકો વિવિધ સ્થળોની મુલાકાત લઇ કોરોના મહામારીને ભુલવાનો પ્રયાસ કર્યો હોય તેવું જોવા મળ્યુ હતુ. જોકે શક્તિપીઠ અંબાજી મંદિર ગત્ત વર્ષે કોરોના મહામારીને લઇ બંધ રહ્યુ હતુ. જેને લઇ મંદિરની આવકમાં પણ ઘટાડો થયો હતો. ચાલુ વર્ષે શ્રદ્ધાળુંઓનો ઘોડાપુર ઉમટી પડતાં દાન ભેટનાં ભંડાર પણ છલકાયેલાં જોવા મળ્યા હતા. સતત દિવાળીના તહેવારો બાદ આજે યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ભંડારમાં આવેલી દાનભેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે વહેલી સવારથી શરૂ કરાતાં મોડી સાંજ સુધી આ ગણતરી ચાલી હતી. માતાજીનું ભંડાર ગણવા 80 જેટલાં મંદિર ટ્રસ્ટના વિવિધ કર્મચારીઓ ભંડારાની ગણતરીમાં લાગ્યા હતા. સાથે નોટો ગણવાં મશીનનો પણ ઉપયોગ કરાયો હતો. મોડી સાંજ સુધી ચાલેલી આ ગણતરીમાં દિવાળીની સિઝન દરમિયાન મંદિર ટ્રસ્ટને રૂપીયા 96.36 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું દાન શ્રદ્ધાળુંઓ દ્વારા મંદિર આપવામાં આવ્યું હતું. જેમાં 67.19 છુટક ભંડારમાં જ્યારે 22.61 ભેટ કાઉન્ટર ઉપર અને 6.56 માતાજીની ગાદી ઉપર આમ કુલ 96.36 લાખનું દાન મંદિરને દિવાળી સિઝનમાં મળ્યુ હતું.
અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની પણ કામગીરી માટે સોના નું દાન સ્વીકારવામાં આવે છે ત્યારે દિવાળીની સિઝનમાં 119 ગ્રામ સોનું તેમજ 2032 ગ્રામ ચાંદીનું દાન પણ મંદિરમાં ચઢાવાયું હતુ. અંબાજી મંદિર ટ્રસ્ટમાં મોટી ભાગે ખોટી ચાંદીના દાગીના પણ મોટી સંખ્યામાં આવતાં હોય છે. અને પ્રસાદ પુજાપાનાં વેપારીઓ વિવિધ પ્રકારની ચાંદી ની ખોટી ખાખરો યાત્રીકો ને આપતાં હોય છે તેનો પણ મોટી માત્રા માં મંદિર માં ભરાવો થયો છે. જે સાચી ચાંદી ના બદલે ખોટી ચાંદી ની ખાખર આવતાં મંદિર ટ્રસ્ટ ને મોટી નુકશાની નો સામનો કરવો પડે છે. એટલું જ નહીં અંબાજી મંદિરમાં તેટલીજ માત્રા માં પરચુરણ પણ શ્રદ્ધાળુંઓ ભંડાર માં નાખતાં હોય છે. તેનો પણ અંબાજી મંદિર ટ્રસ્ટ માં મોટો ભરાવો થયો છે. મંદિર ટ્રસ્ટ પાસે રૂપિયા 70 લાખ જેટલું પરચુરણ ભેગું થતાં જરૂરીયાત મંદોને ઘરે બેઠા પહોંચાડવાની પણ જાહેરાત કરાઇ છે. (file photo)