
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કરતા 12 વર્ષ પહેલાનો શ્રીલંકન ટીમ ઉપર આતંકી હુમલો થયો તાજો
દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન પ્રવાસ પડતો મુકાતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ આતંકવાદીઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની પ્રવૃતિઓથી તેની ક્રિકેટ ટીમને દુનિયાભારમાં શરમનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પાકિસ્તાનના પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે. ન્યૂઝીલેન્ડના નિર્ણય બાદ ક્રિકેટ પ્રેમીઓમાં વર્ષ 2009માં શ્રીલંકન ક્રિકેટ ટીમ ઉપર થયેલા આતંકવાદી ઘટનાની યાદો તાજી થઈ છે. પાકિસ્તાનમાં શ્રીલંકન ટીમ ઉપર થયેલા આતંકવાદી હુમલા ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ સહિત 9 લોકો ઇજા ગ્રસ્ત થયા હતા.
વિશ્વ ક્રિકેટ માટે વર્ષ 2009 ના માર્ચ મહિનાની 3જી તારીખ કાળો હતો. આ દિવસે પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. બીજી ટેસ્ટ મેચ લાહોરમાં રમાઇ રહી હતી. એ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત માટે મેદાને ટીમ મદાન જઈ રહી હતી શ્રીલંકન ટીમ સવારે ટેસ્ટ મેચ માટે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ જવા માટે હોટલ થી નિકળી હતી. આ દરમ્યાન રસ્તામાં સ્ટેડિયમ પહોંચતા પહેલા જ અચાનક જ ક્રિકટરો ની બસ પર ગોળીઓનો વરસાદ વરસવા લાગ્યો હતો. આટલુ જ નહી હેન્ડ ગ્રેનેડ અને રોકેટ લોન્ચરનો ઉપયોગ પણ હુમલામાં કરવામાં આવ્યો હતો. આમ શ્રીલંકન ટીમે સાક્ષાત મોતના નજર સામે જોયુ હતુ. આંતકી હુમલામાં શ્રીલંકન ટીમના કેપ્ટન માહેલા જયવર્ધને સહિત 7 ક્રિકેટરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 2 સપોર્ટ સ્ટાફ અને એક અંપાયરને પણ ઇજા પહોંચી હતી. ટીમની સુરક્ષા કરી રહેલા 6 પોલીસ કર્મીઓ હુમલામાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા. શ્રીલંકન ટીમને જીવ બચાવવા માટે બસ ડ્રાવયરની સમયસૂચકતા કામ લાગી ગઇ હતી. તેણે હેમખેમ બસને સ્ટેડિયમ પહોંચાડી દીધી હતી. જ્યાં મેચ માટેના સુરક્ષા ઘેરાએ બસની સુરક્ષાનો કબ્જો સંભાળી લીધો હતો. આર્મીના હેલિકોપ્ટરનુ મદદે આવતા મેદાનમાં ઉતારીને ખેલાડીઓને લઇને સુરક્ષીત સ્થળ માટે ક્રિકેટરોને એરલીફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ 10 વર્ષ સુધી કોઇ દેશે પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ રમવાની હિંમત દર્શાવી નહોતી.
(PHOTO-FILE)