1. Home
  2. ગુજરાતી
  3. CBI એ યૂકે સ્થિત ક્રેમ્બિજ એનાલિટિકા વિરુદ્ધ ફેસબૂક ટેડા ચોરીના આરોપમાં કેસ દાખલ કર્યો
CBI એ યૂકે સ્થિત ક્રેમ્બિજ એનાલિટિકા વિરુદ્ધ ફેસબૂક ટેડા ચોરીના આરોપમાં કેસ દાખલ કર્યો

CBI એ યૂકે સ્થિત ક્રેમ્બિજ એનાલિટિકા વિરુદ્ધ ફેસબૂક ટેડા ચોરીના આરોપમાં કેસ દાખલ કર્યો

0
Social Share
  • CBI એ ક્રેમ્બિજ એનાલિટિકા વિરુદ્ધ  નોધ્યો કેસ
  • યૂકે સ્થિત પંકની પર ફેસબૂક ટેડા ચોરીના આરોપમાં કેસ દાખલ

દિલ્હીઃ- સેન્ટ્રલ બ્યુરો Iઓફ ઇન્વેસ્ટિગેશનએ શુક્રવારે યુકે સ્થિત રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5.6૨ લાખ ભારતીય ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાના મામલે કેસ નોંધ્યો છે. એજન્સીએ આ જ કેસમાં દેશની બહારની અન્ય કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે પણ કેસ દાખલ કર્યો છે.

આજે સંસદમાં બોલતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા ચોરીના કેસમાં સીબીઆઈ તપાસ કરવામાં આવશે.

આ મામલે સીબીઆઈના જવાબમાં સોશિયલ મીડિયા કંપનીએ જણાવ્યું હતું કે જીએસઆરએલ ગેરકાયદેસર રીતે ભારતમાં લગભગ 5.62 લાખ વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે અને તેને કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કરે છે

આ મામલે એવો આરોપ લવાવવામાં આવ્યો છે કે, કન્સલ્ટિંગ ફર્મે આ ડેટાનો ઉપયોગ ભારતમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો. માર્ચ 2018 માં, ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ્સે કેમ્બ્રિજ એનાલિટિકાના ભૂતપૂર્વ કર્મચારીઓ, સહયોગીઓ અને દસ્તાવેજો ટાંકીને જણાવ્યું છે કે ફર્મ એ તેમની પરવાનગી લીધા વિના 50 મિલિયનથી વધુ વપરાશકર્તાઓની ફેસબુક પ્રોફાઇલમાંથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરી છે. આ આરોપો અંગે સીબીઆઈએ કેમ્બ્રિજ એનાલિટિકા અને જીએસઆરએલ વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code