
સીરમના સીઈઓ એ ગૃહમંત્રી શાહ સાથે કરી મુલાકાતઃ ઓક્ટોબર સુધી દેશને મળશે બીજી એક કોરોનાની ‘કોવાવેક્સ વેક્સિન’
- ઓક્ટોબરમાં મળશે કોરોનાની બીજી વેક્સિન કોવાવેક્સ
- સીરમ સંસ્થાના સીઈઓએ આપી માહિતી
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીમાં વેક્સિન એક માત્ર ઉપાય છે કોરોનાને અટકાવવા માટે નો, ત્યારે સરકાર દ્રાવા વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવી રહ્યો છે,સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલ્લાએ વિતેલા દિવસને શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે ભારતમાં તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલી અન્ય એક કોરોનાની વેક્સિન કોવાવેક્સ ઓક્ટોબરમાં પુખ્ત વયના લોકો માટે અને 2022 માં બાળકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
સીરમ સંસ્થાને ટેકો આપવા બદલ તેમણે સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે કંપની માંગને પહોંચી વળવા કોવિશિલ્ડનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહી છે. પૂનાવાલા સંસદમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને બંને વચ્ચેની બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક બાદ પૂનાવાલાએ મીડિયાને કહ્યું કે સરકાર અમને સહકાર આપી રહી છે અને અમારી સામે કોઈ આર્થિક સંકટ નથી. અમે તમામ સહકાર અને સમર્થન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ.
જ્યારે બાળકો માટેની વેક્સિનને લઈન સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બાળકો માટે કોવોવેક્સ આવતા વર્ષે ઉપલબ્ધ થશે અને મોટા ભાગે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં આવી જશે.
આ બાબતને લઈને પૂનાવાલા એ વધુમાં કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે ડીસીજીઆઈની મંજૂરીને આધિન પુખ્ત વયના લોકો માટે ઓક્ટોબરમાં કોવોવેક્સ ઉપલબ્ધ કરાવવામાં થશે. તેમણે કહ્યું કે તે બે ડોઝની વેક્સિન હશે અને તેની કિંમત લોન્ચ કરતા સમયે નક્કી કરવામાં આવશે.
કોવિશિલ્ડની ઉત્પાદન ક્ષમતા અંગે તેમણે કહ્યું કે હાલમાં 130 કરોડ રસી દર મહિને ઉત્પન્ન થઈ રહી છે અને તેને વધુ વધારવાના પ્રયાસો ચાલુ જ છે. ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા સાથે લાયસન્સ કરાર હેઠળ કોવિશિલ્ડનું ઉત્પાદન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતમાં કરવામાં આવે છે.
સીરમ સંસ્થાના સીઈઓ પૂનાવાલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને પણ મળ્યા હતા. મંત્રીએ ટ્વિટ કર્યું કે તેમણે પૂનાવાલા સાથે કોવિડશિલ્ડ રસીની સપ્લાય અંગે હકારાત્મક ચર્ચા કરી હતી. હું કોરોનાને ઘટાડવામાં તેમની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરું છું અને વેક્સિન ઉત્પાદનમાં સરકારના સહયોગની ખાતરી આપું છું.
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં કોરોના સામે કોવિશીલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી છે આ સાથે જ રશિયાની સ્પુતનિક વી પણ ટૂંક સમયમાં આપવામાં આવશએ ત્યારે ટૂંક સમયમાં હવે કોવાવેક્સ પણ ઉપલબ્ધ કરાવવાના સરકારના સતત પ્રયત્નો થઈ રહ્યા છે.