Site icon Revoi.in

અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામને લીધે બ્રિજ નીચેનો પૂર્વ બાજુનો રોડ બંધ કરાયો

Social Share

અમદાવાદ, 28 મે, 2026 East side road under the bridge closed due to repairs શહેરના સુભાષબ્રિજના સુભાષ બ્રીજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રીજના ડિમોલિશનની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે ટ્રાફિક વ્યવસ્થામાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

શહેરના સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજના  ડિમોલિશનની કામગીરી દરમિયાન જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂર્વ બાજુનો રિવરફ્રન્ટ રોડ શીતલ એક્વા ફ્લેટથી ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ સુધી અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પૂર્વ બાજુએ સુભાષ બ્રીજ આગળ આવેલો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ (વોકવે) પણ આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે.

 મ્યુનિ.દ્વારા નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ વાહનચાલકોએ શીતલ એક્વા ફ્લેટથી જમણી બાજુ થઈને ઈસ્કોન રિવરસાઇડ ફ્લેટ તરફથી રિવરફ્રન્ટ જતાં રોડનો ઉપયોગ કરવાનો રહેશે. તેવી જ રીતે, ઈસ્કોન રિવરસાઇડ ફ્લેટથી ડાબી બાજુ થઈ શીતલ એક્વા ફ્લેટ થઈને રિવરફ્રન્ટ તરફ જતાં રોડનો ઉપયોગ કરી શકાશે.

Exit mobile version