Homeગુજરાતી‘કોન બનેંગા કરોડપતિ’...ના ચાહકોના ઈંતઝારનો અંત,શાનદાર પ્રોમો રિલીઝ- જાણો કયા સમયે અને...

‘કોન બનેંગા કરોડપતિ’…ના ચાહકોના ઈંતઝારનો અંત,શાનદાર પ્રોમો રિલીઝ- જાણો કયા સમયે અને ક્યારે આરંભ થશે KBC-13,

  • કેબીસી સિઝન 13ની થશે શરુઆત
  • ચાહકોના ઈંતઝારનો આવ્યો અંત

મુંબઈઃ દેશની જનતા ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ શો દ્રારા અનેક લોકો પોતાનું નસીબ અજમાવતા જોવા મળે છે. તેની પાછળનું કારણ છે મોટી રકમ જીતવી અને સાથે જ લોકો અમિતાભ બચ્ચનને નજીકથી મળવા માંગે છે.

તો હવે  આ શોના દર્શકોનો ઈંતઝાર ખતમ થયો  છે. ‘કૌન બનેગા કરોડપતિ 13’  નું ટેલિકાસ્ટ સોની ટીવી પર આજથી 12 દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટથી ટેલિકાસ્ટ થવાનું શરૂ થશે. કેબીસી અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગે પ્રસારિત થશે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોમો શેર કરતી વખતે આ બધી માહિતી આપી છે.

કરોડપતિનો નવો પ્રોમો અનોખી રીતે રિલીઝ કરવામાં આવ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પ્રોમોનો જે ભાગ શેર કરવામાં આવ્યો છે તે તેનો ત્રીજો ભાગ છે.તેને શેર કરતા, કેપ્શનમાં લખ્યું છે કે ભાગ એક અને બે પર જબરજસ્ત પ્રતિસાદ બદલ આભાર. હવે અમે તમારા માટે ત્રીજો ભાગ #KBCFilmSammaanPart3 ની સુંદર શ્રેણી શેર કરી રહ્યા છીએ! 23 ઓગસ્ટ, રાત્રે 9 વાગ્યે માત્ર સોની પર.

ઉલ્લેખનીય છે કે, KBC-13 નો પ્રોમો ફિલ્મી ફોર્મેટ જેવો બનાવવામાં આવ્યો છે. લાંબા ફોર્મેટની આ ફિલ્મના નિર્માતા નિતેશ તિવારી દ્રારા  કરવામાં આવ્યો છે. પ્રથમ વખત તેને ત્રણ ભાગમાં બનાવવામાં આવી હતી. તે નિતેશ તિવારી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શીર્ષક ‘સન્માન’ છે. સામે આવેલા આ નવા પ્રોમોમાં, તમે જોઈ શકો છો કે કેવી રીતે એક ગામલોક કેબીસીની ખુરશી પર બેસીને શો જીતે છે. KBC નો નવો પ્રોમો તમને ભાવુક બનાવવા જઈ રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular