Site icon Revoi.in

બાંગ્લાદેશમાં સંકટને પગલે ICCનો મહિલા T20 વિશ્વ કપ નહીં યોજાય

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ખરાબ પરિસ્થિતિને જોતા ICCએ મોટું પગલું ભર્યું છે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું, જે હવે ત્યાંથી ખસેડવામાં આવ્યું છે. ICCની વેબસાઈટ પર જારી કરાયેલા રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં યોજાનાર મહિલા ટી20 વર્લ્ડ કપ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે.

ICC રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ હવે UAEમાં રમાશે. જોકે ટુર્નામેન્ટની યજમાનીનો અધિકાર બાંગ્લાદેશ પાસે રહેશે. 3 થી 20 ઓક્ટોબરની વચ્ચે યુએઈમાં 2 સ્થળોએ મહિલા T20 વર્લ્ડ કપ રમાશે, જેમાં દુબઈ અને શારજાહનો સમાવેશ થાય છે.

ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે શરમજનક છે કે બાંગ્લાદેશ મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરી શકશે નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ એક યાદગાર આયોજન કરાયું હતું.”

જ્યોફ એલાર્ડિસે ઉમેર્યું હતું કે, “હું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ટીમનો આભાર માનું છું કે તેઓએ બાંગ્લાદેશમાં આ ઇવેન્ટનું આયોજન કરવા માટે દરેક સંભવિત રસ્તાઓ શોધ્યાં હતા. પરંતુ ભાગ લેનારી ઘણી ટીમોની સરકારની મુસાફરીની સલાહને કારણે, આ શક્ય બન્યું નથી. જો કે , અમે ભવિષ્યમાં ICC વૈશ્વિક ઇવેન્ટ્સ માટે હોસ્ટિંગ અધિકારો જાળવી રાખવાની આશા રાખીએ છીએ.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામતનો વિરોધ થયો હતો. આ વિરોધ વચ્ચે ત્યાં સરકાર ઉથલાવી દેવામાં આવી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા હતા, ત્યારબાદ દેશભરમાં હિંસા જોવા મળી હતી, જેમાં 230 થી વધુ લોકો માર્યા ગયા હતા. જો કે, હવે દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે.

#ICCWomensT20 #WorldCupCancelled #BangladeshCrisis #CricketNews #WomensCricket #SportsCrisis #T20WorldCup #CricketCommunity #BangladeshUnrest #GlobalSportsImpact

Exit mobile version