1. Home
  2. ગુજરાતી
  3. મશહૂર કોમેડિયન કલાકાર ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેકે સોશિયલ મીડિયા પર હિન્ટ આપીઃ- ‘ઘ કપિલ શર્મા શો’ ની ટીવી પર ટૂંક સમયમાં થશે વાપસી
મશહૂર કોમેડિયન કલાકાર ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેકે સોશિયલ મીડિયા પર હિન્ટ આપીઃ- ‘ઘ કપિલ શર્મા શો’ ની ટીવી પર ટૂંક સમયમાં  થશે વાપસી

મશહૂર કોમેડિયન કલાકાર ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેકે સોશિયલ મીડિયા પર હિન્ટ આપીઃ- ‘ઘ કપિલ શર્મા શો’ ની ટીવી પર ટૂંક સમયમાં થશે વાપસી

0
Social Share
  • ઘ કપિલ શર્મા શોની થશે વાપસી
  • ભારતી સિંહ અને કુષ્ણાએ આ મામલે સોશિયલ મીડિયા પર હિન્ટ આપી

મુંબઈઃ- સોની ટિવી પર પ્રસારિત થતો જાણીતો કોમેડી શો હવે દર્શકો ફરીથી જોઈ શકશે, મશહુર કોમેડીયન ક્વીન ભારતી સિંહે ‘ધ ​​કપિલ શર્મા શો’ ની કો-સ્ટાર કૃષ્ણા અભિષેક અને કિકુ શારદા સાથેનો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક સેલ્ફી વીડિયો શેર કર્યો છે.

આ વીડિયો ક્લિપમાં કૃષ્ણા અને કિકુએ ખુલાસો કર્યો છે કે કપિલ શર્મા દ્વારા હોસ્ટ કરેલો કોમેડી શો ટીવી પર કમબેક થવા જઇ રહ્યો છે. ભારતી ઉપરાંત કૃષ્ણ અભિષેકે પણ આ સોશિયલ પોસ્ટ દ્વારા આ કોમેડી શોમાં પાછા ફરવાના સંકેત આપ્યા છે અને તેણે કહ્યું હતું કે શોની નવી સીઝનની

આ પોસ્ટ કરેલા વીડિયોમાં કુષ્ણા અભિષેક અને કિકુ શારદાને કહેતા સાંભળવામાં આવે છે કે, અમે ધ કપિલ શર્મા શોમાં ટૂંક સમયમાં વાપસી કરવાના છે. વીડિયોમાં ભારતીસિંહે પહેલા કૃષ્ણ અભિષેકને ફ્રેમમાં લીધી, પછી કૃષ્ણ કહે છે કે, ‘હા અમે પાછા આવી રહ્યા છીએ’. આ પછી તે કિકુ શારદાને ફ્રેમમાં લાવે છે, પછી કિકુ શારદા પણ કહે છે, ‘હા, અમે પાછા આવી રહ્યા છે’.

કૃષ્ણાએ પણ આ શોની માહિતી તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર કરતા લખ્યું કે, ‘હું ખૂબ જલ્દી પાછો આવીશ. અમારી પહેલી ક્રિએટીવ મિટિંગ ખૂબ જ આકર્ષક હતી. તેણે ભારતી સિંહ અને કિકુ શારદા સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે.

‘ધ કપિલ શર્મા શો’એ કોમેડીની દુનિયામાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ શોમાં તમામ ઉંમરના લોકોનું મનોરંજન કરવામાં આવ્યું છે. આ શોના લાખો ચાહકો છે ,જો કે કોરોના મહામારીને કારણે આ શોના પ્રોજેક્ટ પર તેની અસરપડી રહતી, જો કે છેલ્લા ઘણા સમયથી આ શો ફરીથી શરુ થવાને લઈને ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે.ત્યારે હવે આ શો તેના જુના કલાકારો સાથે જ પરત ફરવાની તૈયારીમાં જોવા મળે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code