Homeગુજરાતીગુજરાતપ્રધાનમંત્રીએ આણંદમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ આણંદમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2026: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં  થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એકસ પર પોસ્ટ કર્યું હતું કે, “ગુજરાતના આણંદમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ અંગે અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. શોકાતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ નજીક પૂરઝડપે પસાર થઈ રહેલી લકઝરીના ચાલકે આગળનું વાહન ઓવરટેઈક કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા લકઝરી બસ ટ્રસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચથી વધારે વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે સાતેક વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular