1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાને ગુજરાતના સહકાર મોડલને પારખી લીધું, સરકારમાં સહકારિતાનું માધ્યમ શરૂ કર્યુઃ અમિત શાહ
વડાપ્રધાને ગુજરાતના સહકાર મોડલને પારખી લીધું, સરકારમાં સહકારિતાનું માધ્યમ શરૂ કર્યુઃ અમિત શાહ

વડાપ્રધાને ગુજરાતના સહકાર મોડલને પારખી લીધું, સરકારમાં સહકારિતાનું માધ્યમ શરૂ કર્યુઃ અમિત શાહ

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર નજીક આવેલા ભાટ ગામે અમૂલ  ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરાયુ હતું. ડેરીએ વિવિધ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવો દૂધ પાવડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે, જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલે પણ પ્લાન્ટની મુલાકાત લીધી છે.

ઘાંધીનગરના ભાટ ગામે અમુલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યુ હતું કે, અમૂલ દેશનું સૌથી મોટુ ઉત્પાદક બન્યુ છે. આજે નવા બટર પ્લાન્ટનું પણ ઉદઘાટન થયું છે. અમૂલના સહકારી આંદોલનનં એનાલિસીસ કરીએ તો, તેના ત્રણ ભાગ છે. દૂધ ઉત્પાદક કરતી મહિલાઓ, જે ગુજરાતના 18 હજાર ગામમાંથી પોતાનુ યોગદાન આપે છે. બીજુ દૂધને અલગ અલગ ભાગમાં વહેંચીને તેને પ્રોસેસ કરવું, ત્રીજી પ્રોસેસ તેના માર્કેટિંગમાં છે. આ ત્રણેય અંગોને મજબૂત કરવાનું કાર્ય અહી થાય છે. દેશની જરૂરિયાતમાં કયુ આર્થિક મોડલ ફીટ થશે તે મોટો વિષય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 75 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક શાસકોએ દેશનો વહિવટ કર્યો છે,  જ્યારે વડાપ્રધાન મોદીજીએ ગુજરાતના મોડલને પારખી લીધુ હતું. દેશના મોડલનું મજબૂત મોડલ સહકાર જ હોઈ શકે છે.વડાપ્રધાન મોદીએ ભારત સરકારમાં સહકારતાનું માધ્યમ શરૂ કર્યું છે. ખેડૂતો સાથે જોડાયેલા લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. સહકારિતા વિષય 140 વર્ષ જૂનો વિષય છે. સરદાર પટેલ અને ત્રિભોવન દાસે તેની કલ્પના કરી હતી. 21 ગામથી શરૂ થયેલુ દૂધ આંદોલન આજે 36 હજાર ગામ સુધી પહોંચ્યુ છે. દેશને દૂધ પહોંચાડવાનુ કામ અમૂલ કરી રહ્યું છે. અમૂલ ગુજરાત માટે ગૌરવ છે.

તેમણે કહ્યું હતું કે, અમૂલ વગર ભારતમાં દૂધની જરૂરિયાત પૂરી કરવી અસંભવ છે. આજે સ્પષ્ટ દેખાય છે કે, અમૂલ ગુજરાતની સીમાઓને લાંધીને અનેક રાજ્યમાં આગળ વધી રહ્યું છે. હું આંદોલન સાથે જોડાયેલો છું. વ્યવસાય કર્યો છે, વિદ્યાર્થી નેતા હતો, રાજકીય ક્ષેત્રે છું, સહકારિતા ક્ષેત્રે પણ હતો. અનેક લોકોને જોડીને પ્રચંડ શક્તિના નિર્માણને જોઈએ છે તો ખબર પડે છે કે નાના લોકોનુ યોગદાન કેટલુ અને કેવુ છે. 36 લાખ બહેનો જ્યારે 53 હજાર કરોડોના ટર્નઓવરનું કારણ બને છે ત્યારે ખબર પડે છે કે ઘરમાં કામ કરતી મહિલાની ક્ષમતા કટેલી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code