નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર 2026ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) ના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.
આ કાર્યક્રમ ગયા વર્ષે 1 ઓક્ટોબરથી શરૂ થયેલા વર્ષભરના મહોત્સવનું સમાપન ચિહ્નિત કરશે, જે 1926માં યુપીએસસીની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવાની યાદગીરીરૂપ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી યુપીએસસી શતાબ્દી સ્મારક સિક્કો, એક સ્મારક ટપાલ ટિકિટ અને ‘100 લેન્ડમાર્ક જજમેન્ટ્સ- શેપિંગ ધ પોલિસીઝ ઓફ યુપીએસસી એન્ડ પબ્લિક સર્વિસ કમિશન્સ ઈન ઈન્ડિયા’ શીર્ષક ધરાવતું પુસ્તક બહાર પાડશે.
આ કાર્યક્રમમાં રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો, યુપીએસસીના અધિકારીઓ અને અન્ય લોકો સહિત દેશભરના હિતધારકોની ભાગીદારી જોવા મળશે.


