Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ પર, રાજ્યના મારા બધા ભાઈઓ અને બહેનોને મારી શુભકામનાઓ.”

ભારતીય સંસ્કૃતિમાં અસંખ્ય પૌરાણિક અને ઐતિહાસિક સમયગાળાની સાક્ષી રહેલી આ પવિત્ર ભૂમિ છેલ્લા આઠ વર્ષથી વિકાસના નવા અધ્યાયો રચવામાં વ્યસ્ત છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે જન કલ્યાણ માટે સમર્પિત સરકાર અને અહીંના લોકોની અદ્ભુત પ્રતિભા અને અથાક મહેનતથી, આપણું પ્રિય રાજ્ય વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.