
દિલ્હીમાં મોટી સ્ક્રિન સહીત 250થી વધુ સ્થળોએ ‘દિવ્ય કાશી- ભવ્ય કાશી’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે
- પીએમ મોદી આજે વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ધાટન
- આ કાર્યક્રમ અનેક સ્થળો એ લાઈવ પ્રસારિત કરાશે
દિલ્હીઃ- આજે પીએમ મોદી વારાણસીની મુલાકાત કરવાના છે જ્યા કોરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે ત્યારે દિલ્હીના લોકો કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના ઉદ્ઘાટનનું લાઈવ પ્રસારણ પણ મોટી સ્ક્રીન પર જોઈ શકશે.
પીએમ મોદીના વારાણસીમાં આયોજિત આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે દિલ્હીમાં પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવીને કાર્યક્રમનું સીધુ પ્રસારણ કરવાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.
દિલ્હી ભાજપ દ્વારા ‘દિવ્ય કાશી-ભવ્ય કાશી’ની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મંદિરોની સફાઈથી લઈને 295 અલગ-અલગ સંથળો એ મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે,જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહને દિલ્હીના ઋષિ-મુનિઓ, સામાજિક કાર્યકરો સાથે મળીને જોઈ શકે. સમાજ કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અને રાજ્ય પદાધિકારીઓ પણ અગ્રણી સ્થાનો પર હાજર રહેશે.
પ્રદેશ ભાજપ મહાસચિવે કહ્યું કે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું પુનર્નિર્માણ એ માત્ર એક સંયોગ નથી, પરંતુ કરોડો હિન્દુ ભારતીયોનું સ્વપ્ન છે, જે 250 વર્ષ પછી પૂર્ણ થઈ રહ્યું છે. કાશી શહેર પોતે ખૂબ જૂની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિક રહ્યું છે અને આજે તેનું બદલાતું સ્વરૂપ ભારતના વિકાસને વ્યાખ્યાયિત કરે છે.આ સાથે જ દિલ્હીમાં સૌથી મોટી સ્ક્રિન પર થનારા લાઈવ પ્રસારણમાં ભાજપના ઘણા નેતાઓ પણ ઉપસ્થિતિ રહેશે, તો વિવિધ સ્થળઓએ પણ સ્થાનિક નેતાઓની કાર્.ક્રમ દરમિયાન હાજરી જોવા મળશે,