કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો ફાગવેલથી પ્રારંભ થયોઃ જુઓ VIDEO
ફાગવેલ, 20 ડિસેમ્બર, 2025ઃ Congress’ Jan Aakrosh Yatra ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ (મધ્ય ગુજરાત)ની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી. આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હક્કો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા.
શું કહ્યું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ?
જનઆક્રોશ યાત્રાના પ્રારંભે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ કહ્યું હતું કે, બીજા ચરણની 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી યાત્રા ભ્રમણ કરશે. એ દરમિાન લોકો સાથે સંવાદ કરીશું અને મધ્યગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું. તેમણે જણાવ્યું કે, 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે.
કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ જોડાયા યાત્રામાં:
તેમણે જણાવ્યું કે, ખેડૂતો સરકારથી નિરાશ છે. સરકાર પાસે ઉધોગપતિઓના દેવાં માફ કરવા બજેટ છે પણ ખેડૂતોના દેવા માફ કરવા પૈસા નથી તેવો કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કર્યો હતો. યોજનાનું નામ બદલવાની વાતનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, મનરેગા યોજનમાંથી ગાંધીજીનું નામ હટાવી ભાજપે અપમાન કર્યું છે. મનરેગા યોજનામાં ભાજપના મળતીયાઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાત સહપ્રભારી રામકિશન ઓઝા તથા વરિષ્ઠ આગેવાનો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાના પ્રશ્નો-તકલીફ-દર્દ-પીડા અને આક્રોશને વાચા આપવા ‘જન આક્રોશ યાત્રા’-પરિવર્તનનો શંખનાદ (બીજો દિવસ)ની શરૂઆત થઈ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. બીજા ચરણમાં તા. ૨૦ ડીસેમ્બર ૨૦૨૫ શનિવાર થી તા. ૬ જાન્યુઆરી, ૨૦૨૬ મંગળવાર સુધીમાં ૧૪૦૦ કિ.મી.ના ભ્રમણમાં સમગ્ર મધ્ય ગુજરાતની જનતાના આક્રોશને વાચા આપવામાં આવશે.
દરમિયાન, પક્ષ દ્વારા આવતીકાલે 21 ડિસેમ્બરને રવિવારના બીજા દિવસની યાત્રાના રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. તે અનુસાર યાત્રા સવારે નવ વાગ્યે શરૂ થશે અને 75 કિ.મી.નું અંતર કાપીને મહેમદાવાદ ખાતે રાત્રી રોકાણ કરશે.
‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનનો શંખનાદ (બીજો દિવસ)
તા. ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર
સમય સ્થળ
સવારે ૦૯-૦૦ કલાકે પ્રસ્થાન ડાકોર, ઠાસરા, ખેડા
સવારે ૦૯-૧૦ કલાકે સ્વાગત પોઈન્ટ બોરડી
સવારે ૧૦-૦૦ કલાકે સ્વાગત પોઈન્ટ અલીના ચાર રસ્તા, ઠાસરા, ખેડા
સવારે ૧૦-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ મીરઝાપુર ત્રણ રસ્તા, મહુધા, ખેડા
સવારે ૧૦-૩૦ કલાકે જાહેર સભા નગર સેવા સદન, મહુધા, ખેડા
બપોરે ૧૨-૦૦ કલાકે સ્વાગત પોઈન્ટ વડથલ, મહુધા, ખેડા
બપોરે ૧૨-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ ભાનેર, કઠલાલ, ખેડા
બપોરે ૧૨-૩૦ કલાકે જાહેર સભા કઠલાલ ચાર રસ્તા, કઠલાલ, ખેડા
બપોરે ૦૩-૩૦ કલાકે સ્વાગત પોઈન્ટ રૂદન ચાર રસ્તા, કઠલાલ, ખેડા
બપોરે ૦૪-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ અકલચા ચાર રસ્તા, કઠલાલ, ખેડા
બપોરે ૦૪-૪૫ કલાકે સ્વાગત પોઈન્ટ મણકવા ગામ, મહેમદાવાદ, ખેડા
સાંજે ૦૫-૧૫ કલાકે સ્વાગત પોઈન્ટ ખાત્રજ ચાર રસ્તા, મહેમદાવાદ, ખેડા
સાંજે ૦૫-૩૦ કલાકે જાહેર સભા ચોક, મહેમદાવાદ, ખેડા
રાતે ૦૮-૦૦ કલાકે સેવાદળ અકાદમી, રાત્રી રોકાણ મહેમદાવાદ, ખેડા
કુલ – ૭૫ કિ.મી.


