Site icon Revoi.in

સોના-ચાંદીની ચમક ઘટી, ભાવમાં એક ટકા સુધીનો ઘટાડો

Social Share

મુંબઈઃ દેશમાં સોનાં અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે વેપારની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનું વાયદા મૂલ્ય 1.01 ટકા ઘટીને રૂ. 1,22,199 પ્રતિ 10 ગ્રામ નોંધાયું, જ્યારે ચાંદીનું ડિસેમ્બર ડિલિવરી વાયદા મૂલ્ય 0.93 ટકા ઘટીને રૂ.1,46,097 પ્રતિ કિલોગ્રામ થયું હતું.

દિલ્હીમાં 24 કેરેટ સોનાંનો ભાવ 12,463 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનાંનો ભાવ રૂ. 11,425 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાંનો ભાવ રૂ. 9,351 પ્રતિ ગ્રામ નોંધાયો હતો. આવી જ રીતે મુંબઈમાં 24 કેરેટ સોનાંનો ભાવ રૂ. 12,448 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનાંનો ભાવ 11,410 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાંનો રૂ.9,336 પ્રતિ ગ્રામ નોંધાયો હતો. આવી જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનાંનો ભાવ રૂ. 12,448 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનાંનો ભાવ રૂ. 11,410 પ્રતિ ગ્રામ તેમજ 18 કેરેટ સોનાંનો ભાવ રૂ. 9,336 પ્રતિ ગ્રામ ઉપર પહોંચ્યો હતો.

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આગામી અઠવાડિયામાં સોનાંના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે, કારણ કે રોકાણકારો વૈશ્વિક કેન્દ્રીય બેંકોની બેઠકઓ અને આંતરરાષ્ટ્રીય વેપારની ઘટનાઓની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને અમેરિકન ફેડરલ રિઝર્વ (Fed)ની નીતિગત જાહેરાતો અને વ્યાજદર સંબંધિત નિર્ણય પર બધાની નજર છે.

જાણકારોના મતે, “તાજેતરમાં ભાવોમાં થયેલા ઉછાળા પછી રોકાણકારોએ નફાવસૂલી શરૂ કરી છે. સાથે જ ભારત અને ચીન જેવા એશિયાઈ દેશોમાં ભૌતિક માંગ નબળી રહી છે અને મજબૂત અમેરિકન ડોલરનો દબાવ પણ સોનાંના ભાવને નીચે ખેંચી રહ્યો છે. પરિણામે દસ અઠવાડિયાં બાદ સોનાંના ભાવ નકારાત્મક ઝોનમાં બંધ થયા છે.”