ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન
અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
વધુ વાંચો: ચંદીગઢ શહેરની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી
ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિમાન દુર્ઘટનાનો શિકાર બનનાર પ્રથમ મોટા રાજનેતા હતા. 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન તેઓ કચ્છ સરહદે નિરીક્ષણ માટે જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાને તેમના વિમાનને તોડી પાડ્યું હતું. આ દુર્ઘટનામાં મહેતા, તેમના પત્ની અને સ્ટાફના સભ્યોના મોત થયા હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જવા માટે રવાના થયેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા નિધન થયું હતું. તેઓ પરિવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ કમનસીબ ઘટના બની હતી.
વધુ વાંચો: અજિત પવાર સહિત આ દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ


